એપશહેર

અમદાવાદ: કાર પલટી ખાઈને બ્રિજ પરથી નીચે પડી, ગાડીમાં સવાર બંને મિત્રોના મોત

કાર પલટી ખાઈ જતાં બંને મિત્રો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા કે જેમાં જિગ્નેશનું તાત્કાલિક મોત નીપજ્યું હતું. જ્યારે સંદીપ નામનો યુવક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સંદીપનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 21 Aug 2022, 10:18 pm

હાઈલાઈટ્સ:

  • ઉજાલા સર્કલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારમાં જઈ રહેલા બે મિત્રો સંદીપ (ઉંમર 35 વર્ષ) અને જિગ્નેશ (ઉંમર 28 વર્ષ)ના મોત નીપજ્યા છે.
  • તેઓ રાત્રે એસજી હાઈવે પર ઉજાલા બ્રિજ પરથી કાર લઇને જઈ રહ્યા હતા.
  • દરમિયાન તેમની કાર બે વખત પલટી ખાઇ ગઇ હતી, જેથી કાર બ્રિજ ઉપરથી નીચે પટકાઇ હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારના ઉજાલા સર્કલ પાસે રાતના સમયે એક કાર બ્રિજ ઉપરથી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે મિત્રોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ઉજાલા સર્કલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારમાં જઈ રહેલા બે મિત્રો સંદીપ (ઉંમર 35 વર્ષ) અને જિગ્નેશ (ઉંમર 28 વર્ષ)ના મોત નીપજ્યા છે. તેઓ રાત્રે એસજી હાઈવે પર ઉજાલા બ્રિજ પરથી કાર લઇને જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર બે વખત પલટી ખાઇ ગઇ હતી, જેથી કાર બ્રિજ ઉપરથી નીચે પટકાઇ હતી.
કાર પલટી ખાઈ જતાં બંને મિત્રો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા કે જેમાં જિગ્નેશનું તાત્કાલિક મોત નીપજ્યું હતું. જ્યારે સંદીપ નામનો યુવક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સંદીપનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તેમજ તેઓની ગાડી કઈ રીતે પલટી મારી ગઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં વધુ મળતી માહિતી મુજબ, જિગ્નેશ નામનો 28 વર્ષીય યુવક પાનના ગલ્લા પર નોકરી કરતો હતો અને તેનો મિત્ર 35 વર્ષીય મિત્ર સંદીપ ભાડે કાર ચલાવતો હતો. સંદીપની ઈનોવા કારમાં સાથે બેસીને જિગ્નેશ અને સંદીપ જઈ રહ્યા હતા ત્યારે સરખેજના ઉજાલા બ્રિજ પરથી પૂરપાટ ઝડપે જઈ રહેલી તેઓની કાર પલટી મારીને નીચે પટકાઈ હતી. કાર પલટી મારતા જ બંને મિત્રો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કાર કઈ રીતે પલટી ખાઈ ગઈ તે હજુ સુધી સામે આવ્યું નથી. તેમજ આ બંને મિત્રો ક્યાં જઈને આવ્યા હતા અથવા ક્યાં જઈ રહ્યા હતા તે પણ હજુ સ્પષ્ટ થયું નથી.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story