એપશહેર

દારુ સાથે વિડીયો બનાવનારા જમાલપુરના બુટલેગરની જબરી ગેમ થઈ ગઈ

જમાલપુર વિસ્તારમાં રહેતા ઝેદ કુરેશી નામના એક બુટલેગરે દારુ સાથે વિડીયો બનાવ્યો હતો. બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે હાલ આ બુટલેગર ઉનામાં છે. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉનાથી બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વિડીયો બનાવીને બુટલેગરે પોલીસને પડકાર ફેંક્યો હતો.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 9 Aug 2022, 11:57 am

હાઈલાઈટ્સ:

  • જમાલપુરના બુટલેગરને દારુ સાથે વિડીયો બનાવવો પડ્યો મોંઘો
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બુટલેગરનો આ વિડીયો
  • ક્રાઈમ બ્રાંચની ટીમે બુટલેગરને ઉનામાંથી ઝડપી પાડી તપાસ હાથ ધરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat jamalpur bootlegger vidoe with liquor
જમાલપુરમાં રહેતા એક બુટલેગરે દારુ સાથે વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ બુટલેગરનો જોરદાર દાવ થઈ ગયો.
અમદાવાદઃ હજુ બોટાદ ઝેરી દારુકાંડના પડઘા શાંત થયા નથી. પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જવબદાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. બીજી તરફ, દેશી કે વિદેશી દારુના દાનવને ડામવા માટે પોલીસ સક્રિય બની છે. ત્યારે તાજેતરમાં જમાલપુરમાં રહેતા બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો હતો. દારુ સાથે આ બુટલેગરે વિડીયો (Bootlegger made video with liquor) બનાવ્યો હતો. વિડીયો જોતા એવું લાગતું હતું કે તેણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે દારુ સાથે વિડીયો બનાવનારા બુટલેગરનો મોટો દાવ થઈ ગયો હતો. આ વિડીયો પોલીસ (Viral video of bootlegger) પાસે પહોંચ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે આ બુટલેગરને દારુ સાથે વિડીયો બનાવવો ભારે પડી ગયો હતો.
જમાલપુરના બુટલેગરે પોલીસને પડકાર ફેંક્યો?
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમાલપુરમાં રહેતો બુટલેગર ઝેદ કુરેશી ઉર્ફે અત્તુને દારુ સાથે વિડીયો બનાવવો ભારે પડી ગયો છે. બુટલેગર ઝેદ કુરેશીએ તાજેતરમાં જ દારુની બોટલો સાથે એક વિડીયો બનાવ્યો હતો. બાદમાં દારુ સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ સક્રિય થઈ હતી. આ વિડીયો જોતા એવું લાગતું હતું કે બુટલેગર ઝેદ કુરેશી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય. ત્યારે ક્રાઈમ બ્રાંચે આ મામલે તપાસ હાથ ધરીને બુટલેગર ઝેદ કુરેશીને ઝડપી પાડ્યો હતો.
પ્રેમિકા સાથે મોજ કરવા નવરંગપુરા આંગડિયા પેઢીના કર્મીએ પાડ્યો હતો 44 લાખનો મોટો ખેલ
દારુ સાથે બનાવ્યો હતો વિડીયો
એવી પણ વિગતો સામે આવી છે કે, જમાલપુરમાં રહેતા બુટગલેગર ઝેદ કુરેશીએ વિવિધ વિડીયોની રિલ્સ બનાવી હતી. આ બુટલેગરે દારુની બોટલ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર વિડીયો બનાવ્યો હતો. એટલું જ નહીં સરકાર તો આવા કાયદા બનાવે પણ તોડવાનું કામ મારું છે, આવું કહીને તેણે વિડીયો અને રિલ્સ બનાવ્યા હતા. જે બાદ આ વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ગાયકવાડ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચ પાસે પહોંચ્યો હતો.
1991 કાલુપુર લઠ્ઠાકાંડઃ 31 વર્ષે સેશન્સ કોર્ટમાં કમિટ થયેલા કેસના મોટાભાગના આરોપીઓનાં મોત
ક્રાઈમ બ્રાંચે ઉનાથી ઝડપી પાડ્યો
જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે આ વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવી બાતમી મળી હતી કે આ બુટલેગર ઉના છે. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉનાથી બુટલેગર ઝેદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે બુટલેગરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ વિડીયો બુટલેગરે ક્યાં બનાવ્યો હતો એ દિશામાં તપાસ હાથ ધરી છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, અન્ય પણ ગુનામાં આ બુટલેગર વોન્ટેડ છે. ત્યારે પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story