એપશહેર

કોરોનાના લીધે ભક્તો માટે મંદિરો બંધ, ઓનલાઈન લઈ શકાશે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો

આજે જન્માષ્ટમી છે. આ દિવસે આમ તો કૃષ્ણના જન્મની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ મંદિરોના દ્વાર ભક્તોના દર્શન માટે બંધ કરી દેવાયા છે. ત્યારે મંદિરોના અધિકારીઓએ ભક્તો દર્શન કરી શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરી છે.

TNN 12 Aug 2020, 7:55 am
અમદાવાદઃ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટાભાગના મંદિરોએ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેતા આ વખતે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી એક વર્ચ્યુઅલ પ્રસંગ બની રહી છે.
I am Gujarat JAMNASHTAMI
તસવીર સૌજન્યઃ TNN


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકાધીશનું મંદિર કે જ્યાં જન્માષ્ટમીના પર્વ પર ભગવાનના દર્શન માટે લાખો ભક્તોની ભીડ ઉમટે છે, ત્યારે આ વર્ષે મંદિર 10થી 13 ઓગસ્ટ માટે બંધ કરી દેવાયું છે.

સત્તાધીશોએ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પર આજે સવારે 6 વાગ્યાથી ભક્તો ભગવાનના ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યસ્થા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીની આરતીનું મધ્યરાત્રિએ 12 વાગ્યે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

સરકારે અને મંદિરના સત્તાધીશોએ આ વર્ષે મંદિરો બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાથી કૃષ્ણ મંદિરોમાં ખૂબ જ સાદગીથી જન્માષ્ટમી ઉજવાશે. આ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો, મટકી ફોડ તેમજ માખણનો પ્રસાદ પણ વહેંચવામાં નહીં આવે.

'લોકકડાઉનના પ્રતિબંધોના કારણે ડાકોર મંદિર ચાર મહિના સુધી બંધ રહ્યા બાદ ગયા મહિને ખુલ્યું હતું. જો કે, મંદિરના આસપાસના વિસ્તારમાં કોવિડ 19ના કેસ વધતા અમારે ભક્તો માટે મંદિર બંધ કરવું પડ્યું હતું', તેમ ડાકોર મંદિર મેનેજમેન્ટમાં કામ કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું.

મંદિર ફરીથી ક્યારે ખુલશે તેનો નિર્ણય હજુ લેવાયો નથી, ત્યારે મંદિરના સત્તાધીશોએ મંદિરમાં થનારી ઉજવણીનો લ્હાવો ભક્તો ઘરે બેઠા લઈ શકે તે માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે.

ભાડજમાં આવેલા હરે કૃષ્ણા મંદિરના સત્તાધીશોએ પણ શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન વ્યવસ્થા કરી હોવાની જાહેરાત કરી હતી.

'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એ દુનિયાભરના તમામ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. પરંતુ આ વખતે અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ઉજવણીનું ઓનલાઈન પ્રસારણ કરી રહ્યા છીએ', તેમ હરે કૃષ્ણ મંદિરના મહંત સ્વામીજી જગનમોહન દાસે જણાવ્યું હતું.

મંદિર વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર દિવસ દરમિયાન તમામ ઉજવણીનું જીવંત પ્રસારણ કરશે. દર્શન સવારે 8 કલાકે ખુલશે. જે મહામંગળા આરતી તેમજ જન્મોત્સવની ઉજવણી બાદ સવારે 1 વાગ્યે બંધ થશે

મધ્યપ્રદેશઃ રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત CCTVમાં કેદ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો