એપશહેર

સુરેન્દ્રનગર: ચોરવીરા ગામનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા આજરોજ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે, ગુરુવારે તેમનો મૃતદેહ વતન પહોંચશે

I am Gujarat 21 Oct 2020, 10:15 pm
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા આજરોજ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. આ સમાચાર સાંભળીને તેમનો પરિવાર અને ગામના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાતી જવાનની શહાદત પર મિત્રો અને રાજ્યના અન્ય લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
I am Gujarat jawan of chorveera village in surendranagar district martyred in jammu and kashmir
સુરેન્દ્રનગર: ચોરવીરા ગામનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે 'જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમીની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.'

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે 'શહાદતને સલામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, માં ભોમની રક્ષાકાજે શહીદ થયા છે.. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.'

મિત્રો પાઠવી રહ્યા છે શ્રદ્ધાંજલિ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો