એપશહેર

MP કિરીટ સોલંકીના બંગલામાંથી રૂ. 9.9 લાખના ઘરેણાંની ચોરી, બે નોકરાણીની અટકાયત

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી 9.9 લાખ રૂપિયાના ઘરેણાંની ચોરીના કેસમાં તેમની બે નોકરાણીઓની અટકાયત કરાઈ છે. સાંસદના પુત્રએ 15મી ઓગસ્ટે આ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Mirror 18 Aug 2020, 10:30 pm
અમદાવાદ: ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી રૂ. 9.9 લાખના ઘરેણાંની ચોરીના આરોપમાં તેમના ઘરે કામ કરતી બે નોકરાણીઓની અટકાયત કરવામાં આવી છે. કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી આ ઘરેણાં ચોરાયા છે.
I am Gujarat Kirit Solanki
ભાજપના સાંસદ કિરીટ સોલંકીનું અમદાવાદના રાણીપમાં આવેલું ઘર. ઈન્સર્ટ તસવીર સાંસદ કિરીટ સોલંકીની છે.


સાંસદ કિરીટ સોલંકીના પુત્ર મેહુલે જયા અને રિટા નામની બે નોકરાણીઓ સામે રાણીપ પોલીસ મથકમાં ગત 15 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, આ ઘરેણાં ડિજિટલ લોકવાળી તિજોરીમાં રાખવામાં આવ્યા હતા. આ તિજોરીનું ડિજિટલ લોક બગડી જતાં તિજોરી ખોલવા ઘરના લોકો મિકેનિકલ કીનો ઉપયોગ કરતા હતા. આ ચાવી ક્યાં રાખવામાં આવી છે તેની જાણ તેમને અને તેમની પત્ની ઉપરાંત આ બે નોકરાણીઓને હતી.

ગત 30 જૂને ટેકનિશિયને ડિજિટલ લોકર રિપેર કરી દીધું હતુ. 5 જુલાઈએ જ્યારે મેહુલભાઈના પત્નીએ તિજોરી ખોલી તો તેમને ઘરેણાં ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું. નોકરાણીઓને તે અંગે પૂછતાં તેમણે ચોરી કરી હોવાનો ઈનકાર કરી દીધો હતો. તેમના જવાબથી સંતોષ ન થતા બંને નોકરાણીઓ સામે રાણીપ પોલીસ મથકે મેહલુભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

રાણીપ પોલીસ મથકના પીઆઈ જે બી ખાંભલાએ જણાવ્યું કે, આ બંને બહેનોને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયા બાદ આઈસોલેશનમાં રખાઈ છે. તેમણે કહ્યું કે, કેસની તપાસ ચાલી રહી છે અને હજુ તેમની પાસેથી ઘરેણાં રિકવર કરવાના બાકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો