એપશહેર

અમદાવાદમાં બે રીઢા વાહનચોર ઝડપાયા, 15.92 લાખના 68 દ્વિચક્રી વાહન કબજે

ખાડિયા પોલીસે બે વર્ષમાં જ 15.92 લાખના 68 દ્વિચક્રી વાહનોની ચોરી કરી હાહાકાર મચાવનાર હે રીઢા વાહનોચોરોને ઝડપી પાડ્યા, અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી આશા

I am Gujarat 5 Jan 2021, 10:47 am
અમદાવાદ: ખાડિયા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં 15.92 લાખના 68 દ્વિચક્રી વાહનો ચોરી કરી હાહાકાર મચાવનાર બે રીઢા વાહનોચોરને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખાડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર એચ દેસાઈ અને તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની વાહનચોરીના બનાવોમાં સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી હતી.
I am Gujarat 11


ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે વાહનચોરીમાં સંડોવાયેલા બે શખ્સ મોહમ્મદ રફીક મોહમ્મદ આલમ અંસારી (ઉંમર- 40 વર્ષ, રહેવાસી- બાપુનગર) અને શોએબ અબ્દુલસમદ શેખ (ઉંમર- 28 વર્ષ, રહેવાસી- એમ.બી ફ્લેટ, રખિયાલ)ને 28 ડિસેમ્બરના રોજ ચોરીના વાહન સાથે ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, શોએબ રખિયાલ વિસ્તારમાં દુકાન ધરાવી સિલ્વર ઓટો કન્સલ્ટન્ટના નામે વાહનોની લે-વેચનો ધંધો કરે છે અને ધંધાની આડમાં ચોરીના વાહનો પણ વેચે છે.

પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, શોએબે શાહરૂખ શેખ અને શાકીબ નામના શખ્સો પાસેથી પણ ચોરીના વાહનો લીધા હતા. મોહમ્મદ રફીકે પણ 55 વાહનોની ચોરી કરી હતી. તેમાંથી 40 વાહનો શોએબને વેચાણ માટે આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 15.92 લાખના 68 વાહનો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી આશા
શહેરમાં અવાર-નવાર વાહનોની ચોરીના બનાવો બને છે. જેને લઈને પોલીસ દ્વારા આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપીને ગુનાખોરી ઉપર અંકુશ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરોક્ત ગુનામાં આરોપીઓને ઝડપીને પોલીસ દ્વારા ગુનામાં અન્ય આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી આશા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો