એપશહેર

ખેડાના યુવકને પરિણિત મહિલા સાથે લફરું કરવું ભારે પડ્યું, 24 કલાક ગટરમાં ગોંધાઈ રહ્યો

Authored byAshish Chauhan | TNN 5 Jan 2021, 1:12 pm
અમદાવાદઃ લવ અફેરની ઘટનાઓ દિવસે દિવસે સામાન્ય બનતી જાય છે. તેમાં પણ સામાજીક રીતે જેને ગેરકાયદેસર અથવા તો લાંછનરુપ કહેવામાં આવી તેવા લગ્નતેર સંબંધોને કારણે વ્યક્તિ ક્યારેય એવી મુશ્કેલીમાં પડી જતો હોય છે કે જેમાં ધોળે દિવસે તેને તારા દેખાઈ જતા હોય છે. જોકે આવા અનેક કિસ્સા સામે હોવા છતા લોકો ઘણીવાર જાણે અજાણે આવા સંબંધમાં પડી જતા હોય છે અને પછી તેમાં એવા ભેરવાઈ જતા હોય છે કે સાપે છછૂંદર ગળ્યો હોય તેમ ન તો અંદર કરી શકે અને બહાર કાઢી શકે તેવી સ્થિતિનો ભોગ બનતા હોય છે.
I am Gujarat kheda boy had to stay in the sewer for 24 hours and to have a hard time for having an affair with a married woman
ખેડાના યુવકને પરિણિત મહિલા સાથે લફરું કરવું ભારે પડ્યું, 24 કલાક ગટરમાં ગોંધાઈ રહ્યો


આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાનો સામે આવ્યો છે જ્યાં પરણિત સ્ત્રીના પ્રેમમાં પડીને 29 વર્ષના યુવકને આંખ સામે મોત દેખાઈ ગયું હતું. જીવન રાઠોડ જ્યારે પરણિત મહિલા સાથે લફરામાં પડ્યો ત્યારે જ તેને લાગતું હતું કે ક્યારેક કોઈક દિવસ તે મોટાપાયે ફસાશે અને આખરે તેનો આ વિચાર સત્ય બનાને સામે આવ્યો. જ્યારે તેની આ કથિત ગર્લફ્રેન્ડના ભાઈઓને તેમના આ ગેરકાયદેસર સબંધોની ખબર પડી તો તેમણે યુવકને પકડીને બાંધીને ગટરમાં ફેંકી દીધો. સદભાગ્યે નસીબ કહો કે બીજુ કંઈ પરંતુ 24 કલાક સુધી હાડ ધ્રુજાવતી ઠંડીમાં ગટરમાં રહ્યા પછી ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિને તેનો મદદ માટેનો પોકાર સંભળાયો અને તે બચી ગયો.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચિકલોદ ગામનો રહેવાસી રાઠોડને ત્યારબાદ ગટરમાંથી કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં પોલીસે તેના નિવેદન આધારે કથિત આરોપી સંજય પરમાર અને ધર્મેન્દ્ર પરમાર વિરુદ્ધ અપહરણ, ધાક-ધમકી, મારામારી સહિતના ગુના નોંધી ફરિયાદ દાખલ કરી છે.

વ્યવસાયે ખેડૂત રાઠોડ બે વર્ષ પહેલા પરણિત લક્ષ્મીના પ્રેમમાં પડ્યો અને પડ્યો તો એવો ઊંધે કાંધ પડ્યો કે તેમના સંબંધો ધીમે ધીમે ચર્ચાના ચગડોળે ચડવા લાગ્યા. પણ રાઠોડને તો કોઈ ચિંતા જ નહોતી તેને તો બસ લક્ષ્મી જ દેખાતી હતી. દિવસ રાત તે લક્ષ્મી સાથે ફોન અને ચેટિંગ કરતો રહેતો હતો. વાત ધીરે ધીરે લક્ષ્મીના ભાઈઓના કાને આવી તેમણે રાઠોડને બોલાને ધમકાવ્યો અને ડરાવ્યો પરંતુ કહે છે તે પ્રેમમાં પાગલ બનેલા રાઠોડે તેમની વાતને સાંભળી ન સાંભળી કરી નાખી અને પોતાના સંબંધો લક્ષ્મી સાથે શરું જ રાખ્યા.

હવે, પરણિતાના ભાઈઓએ આ પ્રેમીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને તેઓ શનિવારે રાઠોડ પાસે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે રાઠોડને કહ્યું કે તેઓ વાત કરવા માગે છે જેથી રાઠોડ તેમની સાથે આવે. વાત કરવાના નામે અવાવરું જગ્યાએ લઈ જઈને તેમણે તેને ધાક-ધમકી અને માર મારવાનું શરું કર્યું. જ્યાં સુધી તે બેભાન ન થયો ત્યાં સુધી બંને ભાઈઓ તેને ધમકાવતા રહ્યા. પછી તેને બાંદીને ગટરમાં નાખી રવાના થઈ ગયા.

પોલીસ એફઆરઆઈમાં જણાવ્યા મુજબ રાઠોડ શનિવારે રાત્રે 10 વાગ્યાથી આ ગટરમાં પડ્યો હતો. તેને હોશ આવ્યા બાદ કડકડતી ઠંડીમાં આખી રાત તેણે આ ગટરમાં જ વિતાવી હતી. રાઠોડ સતત મદદ માટે પોકાર કરતો હતો જોકે આ જગ્યા માણસોની અવરજવર ખૂબ જ ઓછી થથી હતી જેના કારણે તેને તરત મદદ મળી નહીં. બીજા દિવસે સાંજે 7.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને રાઠોડનો મદદ માટેનો પોકાર સંભળાયો અને તેણે વધુ તપાસ કરી તો ખબર પડી કે ગટરમાં કોઈ વ્યક્તિ પડી ગયો છે. આ વ્યક્તિ દ્વારા રાઠોડને બચાવાયા બાદ ખેડા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હવે આ મામલ ફરિયાદ નોંધીને કથિત આરોપીને પકડવા માટે કાર્યવાહી શરું કરી છે. જોકે રાઠોડને માથે સવાર થયેલું પ્રેમનું ભૂત ઉતર્યું કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ તો તેને આ પ્રેમના કારણે ગટરમાં ગોંધાઈ રહેવું પડ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો