એપશહેર

કોરોનાની રસી અને ટેસ્ટિંગ કિટની અછત, અમદાવાદીઓએ ખાવા પડી રહ્યા છે ધક્કા

Covid-19 Ahmedabad: મોદી સરકાર ટેસ્ટ વધારવા અને વેક્સીન માટે લોકોને જાગૃત કરવાની વાત કરે છે પણ અમદાવાદમાં તો કંઈક જુદું જ ચાલી રહ્યું છે

I am Gujarat 25 Apr 2021, 8:17 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ કિટ અને રસીની અછત સર્જાઈ?
  • ટેસ્ટિંગ અને રસી માટે ઘરેથી નીકળેલા અમદાવાદીઓએ ખાવા પડે છે ધક્કા
  • કેન્દ્ર સરકારના આદેશનું પાલન અમદાવાદમાં જ નથી થતું?
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat lack of corona vaccine and testing kit ahmedabadis have to return back
કોરોનાની રસી અને ટેસ્ટિંગ કિટની અછત, અમદાવાદીઓએ ખાવા પડી રહ્યા છે ધક્કા
અમદાવાદઃ કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે આવામાં ટેસ્ટ અને રસી સૌથી મહત્વના માનવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ટેસ્ટિંગ અને રસી પર જોર આપવા માટે જણાવી રહી છે પરંતુ અહીંની સ્થિતિ કંઈક અલગ છે. અમદાવાદમાં પાછલા કેટલાક દિવસોથી ટેસ્ટિંગ કિટની અછત સર્જાઈ રહી છે, આવામાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓએ ટેસ્ટ માટે આમથી તેમ ફરીને ધક્કા ખાવા પડી રહ્યા છે.
શહેરમાં રોડ પર અને હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટિંગ માટે જતા નાગરિકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, આવામાં આ સેન્ટરો માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યા હોવાની લાગણી પ્રવર્તી રહી છે. આઈએમ ગુજરાત સાથે વાત કરીને એક નાગરિકે જણાવ્યું કે, વ્યવસ્થાઓ મોટી કરવામાં આવી છે પરંતુ સાધન-સામગ્રીની અછત સર્જાઈ રહી છે આવામાં કષ્ઠ વેઠીને કોરોના ટેસ્ટ માટે બહાર નીકળેલા લોકોએ એકથી બીજા સેન્ટર પર ધક્કા ખાવા પડે છે અને આખરે મેળ ના પડે તો પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવવા જવું પડી રહ્યું છે.

આજ રીતે રસી સેન્ટર પર પણ સ્ટોકની અછત સર્જાતી હોવાનું સામે આવી રહ્યું છે. વેક્સીન લેવા જતા લોકોને ધક્કા ખાવા પડતા હોવાથી નાગરિકો અને સેન્ટર પર હાજર કર્મચારીઓ વચ્ચે ગરમા-ગરમીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે.

કોરોના ટેસ્ટિંગ માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હોવાથી નાગરિકો દ્વારા ફરિયાદ થઈ રહી છે કે એક તરફ હોસ્પિટલોમાં લાઈન છે તો બીજી તરફ કોરોના ટેસ્ટ માટે લક્ષણો ધરાવતા દર્દીઓ ફરતા હોવાના કારણે અન્ય ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.

આવામાં શહેરીજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, શહેરમાં તંત્ર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી નાગરિકોએ એકથી બીજી જગ્યાએ રસી તથા ટેસ્ટ માટે ધક્કા ના ખાવા પડે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં શનિવારે નોંધાયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14,097 કેસો નોંધાયા છે અને 6479 દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદમાં 5617, સુરતમાં 2321, વડોદરામાં 523, રાજકોટમાં 462 અને મહેસાણામાં 430 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 371, બનાસકાંઠામાં 291, પાટણમાં 212, કચ્છમાં 190, ભાવનગરમાં 172, ગાંધીનગરમાં 166, ભરૂચમાં 154, ખેડામાં 146, સાબરકાંઠામાં 144, નવસારીમાં 143, જુનાગઢમાં 134, મહીસાગરમાં 110, ગીર સોમનાથમાં 107, પંચમહાલ અને વલસાડમાં 105, તાપીમાં 104, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 98, આણંદમાં 88, નર્મદામાં 71, અરવલ્લીમાં 67, મોરબીમાં 65, પોરબંદરમાં 49, દેવભૂમિ દ્વારકામાં 44 નવા કેસો નોંધાયા છે.

રાજ્યમાં કુલ 1,69,366 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ 92,99,215 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 18,71,782 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરુ થયું છે. આમ કુલ 1,11,70,997 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો