એપશહેર

ગુજરાતમાં 5 દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી, ગરમીમાં થશે ઘટાડો

Tejas Jinger | I am Gujarat 29 May 2020, 12:59 pm
અમદાવાદઃ રાજ્યમાં હીટવેવ અને અમદાવાદના રેડ ઓરેન્જ એલર્ટ બાદ હવે રાજ્યમાં આજથી સળંગ 5 દિવસ સુધી અલગ-અલગ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કે ગડગડાટ સાથે વરસાદી ઝાપટું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગરમીમાં ઘટાડો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં હવામાન કોરું રહી શકે છે. તારીખ 30 અને 31 મે દરમિયાન સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સુકું કહેશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જ્યારે 1 અને 2 જૂન દરમિયાન સામાન્ય વરસાદ અથવા વરસાદી ઝાપટું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.વરસાદની સાથે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 1 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, દેશમાં કેટલાક ઠેકાણે પર વરસાદ પણ નોંધાયો છે. રેસ્ક્યુ કરવા ગયેલી ફોરેસ્ટ વિભાગની ટીમ પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો

Read Next Story