એપશહેર

કોરોના વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પાછળ ઠેલાઈ

6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બર મહિનામાં પૂરી થઈ રહી છે

I am Gujarat 12 Oct 2020, 7:21 pm
અમદાવાદઃ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજરોજ ચૂંટણી પંચે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
I am Gujarat local body elections will be held 3 month in gujarat
કોરોના વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પાછળ ઠેલાઈ


સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બર મહિનામાં પૂરી થઈ રહી છે. પંચાયતોની ચૂંટણીની કવાયત ખૂબ મોટી હોવાથી ચૂંટણીપંચ દ્વારા હાલના તબક્કે આ ચૂંટણીઓને 3 મહિના સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવાનું જાહેરનામું


રાજ્ય ચૂંટણી આયોગના સચિવે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરતાં રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ આગામી ત્રણ મહિના સુધી મુલત્વી રાખાવ જાહેરનામું પ્રસિદ્ધ કરે છે અને ત્રણ મહિના બાદ મહામારીની પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરી ચૂંટણીઓ યોજના અંગે નિર્ણય કરાશે.

Read Next Story