એપશહેર

અ'વાદઃ ધનતેરસે ભગવાન સ્વામિનારાયણનો 1,2 નહીં પૂરા 100 કરોડના સોનાથી શૃગાંર!

Yogesh Gajjar | I am Gujarat 25 Oct 2019, 2:34 pm
દિવાળીમાં દીપ પ્રગટાવવાનું ખૂબ મહત્વ છે. અને એટલા માટે દિવાળીને દીપોત્સવી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગિયારસ બાદ આજે વાઘબારસ-ધનતેરસનો પવિત્ર દિવસ છે. ધન શબ્દ સમૃદ્ધિ સાથે જોડાયેલો શબ્દ છે અને તેરસનો અર્થ થાય છે તેરમો દિવસ. ભારત વર્ષના વૈદિકકાળમાં વ્યક્તિની સંપત્તિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું એક જ્ઞાન, બીજો ધર્મ અને ત્રીજી ભૌતિક સંપત્તિમાં ગાય. ધનતેરસના દિવસે સંપત્તિ, આરોગ્ય અને ઐશ્વર્ય માટે કેટલીક વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. એવામાં આજે ધનતેરસે ભક્તોએ ખરીદેલી સોનાને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પૂજા માટે અર્પણ કર્યું હતું.મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં ધનતેરસના દિવસે ભગવાનને 200 કિલોના સોનાનો શણગાર કરવામાં આવ્યો. ભગવાનના ચરણોમાં સોનું, હીરા અને રત્નો વેગેરે અર્પણ કરાયા હતા. આ સોનાની કિંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. ધનતેરસની ‘ધર્મ તેરસ’ની રીતે આ ઉજવાઈ હતી. આ ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી. આ અવસરે સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી અને તેમનો સુવર્ણ પુષ્પોથી અભિષેક અને આરતી પણ ઉતારવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ભગવાનની વાત આવે ત્યારે ભક્તો પોતાના કિંમતી અને મૂલ્યવાન વસ્તુઓ પણ તેને આપતા ખચકાતા નથી. તેનો જ અનોખો નજારો મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં ધનતેરસના દિવસે જોવા મળ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો