એપશહેર

રાહતના સમાચાર: ગુજરાત પહોંચતા સુધીમાં નબળું પડી જશે Maha Cyclone

નવરંગ સેન | I am Gujarat 2 Nov 2019, 2:42 pm

મહા વાવાઝોડાંની અસર, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

અમદાવાદ: મહા વાવાઝોડાં(Maha Cyclone)ને કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડાંને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદ સ્થિત હવામાન ખાતાની કચેરીએ જણાવ્યું છે કે, છઠ્ઠી નવેમ્બર સુધીમાં ગુજરાત પહોંચતા સુધીમાં આ વાવાઝોડું નબળું પડીને વિખેરાઈ જશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઅરબ સાગરમાં સર્જાયેલું મહા વાવાઝોડું હજુ વેરાવળથી 500 કિમી જેટલું દૂર છે. તે છઠ્ઠી નવેમ્બર સુધીમાં ગુજરાતની નજીક આવી શકે છે. જોકે, આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે તે પહેલા તે નબળું પડીને વિખેરાઈ જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા નહીંવત છે, પરંતુ તેની અસરને કારણે રાજ્યમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.આગામી બે દિવસમાં મહા વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે, અને ચોથી નવેમ્બરથી તે પાછું વળવાનું શરુ થશે. ત્યારબાદ તે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર તરફ આવશે. તે ગુજરાતના દરિયાકાંઠાને ક્રોસ નહીં કરે અને અહીં સુધી પહોંચતા-પહોંચતા નબળું પડી જશે અને વિખેરાઈ જશે.મહા વાવાઝોડાંની દિશા ઓમાનથી ગુજરાત તરફની રહેશે, પરંતુ તે ગુજરાતને નહીં ટકરાય. જોકે, 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાંની અસર હેઠળ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. રાજ્યના ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ વલસાડ, નવસારી, તાપી, આણંદ, ખેડા અને નડિયાદમાં વરસાદ પડવાની શક્યતા છે.હાલ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાંની અસરને કારણે વરસાદ પડી રહ્યો છે. દીવમાં તો છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ગતરાતથી વરસાદ ચાલુ છે. મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ છે. આગામી 8 નવેમ્બર સુધી આ ભાગોમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો