એપશહેર

અમદાવાદઃ વ્યક્તિએ ATM જ હેક કરી દીધું, 32 ટ્રાન્ઝેક્શન દ્વારા કરી ચોરી

બેંક મેનેજરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અજાણ્યા વ્યક્તિએ કોઈ સોફ્ટવેરની મદદથી એટીએમ જ હેક કરી દીધું હતું

I am Gujarat 24 Feb 2021, 6:26 pm
અમદાવાદઃ જાહેર ક્ષેત્રની બેંક કે જેની હેડ ઓફિસ લાલ દરવાજામાં આવેલી છે તેના મેનેજરે સોમવારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એક અજાણ્યા વ્યક્તિએ કોઈ સોફ્ટવેરની મદદથી લાલ દરવાજામાં આવેલા એટીએમને હેક કરીને 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2020 દરમિયાન 32 ટ્રાન્ઝેક્શન દ્વારા 3.07 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.
I am Gujarat ATM2


ચાંદખેડાના રહેવાસી અને બેંકના આસિસ્ટંટ જનરલ મેનેજર 53 વર્ષીય પ્રદીપ કુમારે કારંજ પોલીસમાં એફઆઈઆર દાખલ કરી હતી જેમાં જમાવ્યું હતું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે ગત વર્ષે કેટલાક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા અને 3 લાખ રૂપિયા ગેરકાયદેસર વિથડ્રો કરવામાં આવ્યા હતા.

કુમારે જણાવ્યું હતું કે, અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક વ્યક્તિ જોવા મળ્યો હતો જેણે એક જ એટીએમમાંથી 32 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. અમે નોંધ્યું હતું કે એટીએમમાંથી રૂપિયા ડેબિટ થતાં હતા પરંતુ તે કોઈ પણ એકાઉન્ટમાંથી ડિડક્ટ થતા ન હતા. તે વ્યક્તિ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા કાઢતો હોવા છતાં કોઈ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડતા ન હતા.

વિવિધ બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરતા અમને જાણવા મળ્યું હતું કે તે એટીએમ હેક કરવામાં આવ્યું હતું અન તે વ્યક્તિ ગેરકાયદેસર રૂપિયા ઉપાડી રહ્યો હતો, તેમ કુમારે જણાવ્યું હતું.

કારંજ પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત છેતરપિંડી સહિત કેટલાક અન્ય ચાર્જ સાથે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જોકે, પોલીસે હજી સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

Read Next Story