એપશહેર

લગ્નના સાત જ મહિના થયા હતા અને પતિએ પ્રગનેન્ટ પત્નીને ઢોર માર માર્યો, થઈ ફરિયાદ

તું મને ગમતી નથી તેમ કહીને પતિએ તેની પ્રગનેન્ટ પત્નીને માર માર્યો, પાડોશીઓએ વચ્ચે પડીને તેને બચાવી

I am Gujarat 9 Sep 2021, 10:31 am

હાઈલાઈટ્સ:

  • ઠક્કરબાપાનગરમાં સાત મહિનાના લગ્ન જીવનમાં પતિએ પત્નીને ઢોર માર માર્યો
  • પતિએ માર મારતા 23 વર્ષની પ્રેગનેન્ટ પરિણીતાએ કૃષ્ણગર પોલીસને ફરિયાદ કરી
  • પાડોશમાં રહેતી મહિલાઓ પતિની કરતૂત જોઈને વચ્ચે પડ્યા અને યુવતીને બચાવી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat man hit pregnant wife in ahmedabad she file complain
લગ્નના સાત જ મહિના થયા હતા અને પતિએ પ્રગનેન્ટ પત્નીને ઢોર માર માર્યો, થઈ ફરિયાદ
અમદાવાદઃ લગ્ન જીવન બાદ થતા કંકાશના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં પણ આવા કેસ આવવાની સંખ્યા વધી રહી છે. આવો જ એક કિસ્સો બન્યો છે કે જેમાં લગ્નના માત્ર સાત જ મહિનામાં પતિના અત્યાચારોથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 23 વર્ષની પરિણીતાને પતિએ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.
શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 23 વર્ષની પરિણીતાને તેના પતિએ સતત ત્રાસ આપીને પ્રેગ્નેન્સી દરમિયાન પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. 23 વર્ષની ઠક્કરબાપાનગરમાં રહેતી યુવતીના લગ્ન ફેબ્રુઆરી 2021માં સમાજના રીત-રિવાજ પ્રમાણે ઠક્કરબાપાનગરના યુવક સાથે થયા હતા, લગ્નના માત્ર બે મહિના તેની સાથે સારું રાખ્યા બાદ પતિએ યુવતી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

અમદાવાદ સહિત રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની વકી
પતિના અબોલાથી કંટાળેલી પરિણીતાએ જ્યારે આ પાછળનું કારણ પૂછ્યું તો પતિએ કહ્યું કે, "તું મને ગમતી નથી, જેથી હું તારી સાથે બોલતો નથી." આ પછી પતિએ પત્નીને માર મારવાનું શરુ કર્યું હતું. લગ્ન જીવન છે બધું સારું થશે તેવું પરિણીતા વિચારી રહી હતી પરંતુ આમ થયું નહીં અને તેના પર થતા ત્રાસ વધવા લાગ્યા અને પછી પતિએ માર મારવાનું પણ શરુ કર્યું હતું.

પત્નીએ જ્યારે પોતે પ્રેગનેન્ટ હોવાની પતિને વાત કરી તો પતિએ મોઢું ચઢાવી દીધું હતું. તેને આ ખબર સાંભળીને ગમ્યું નહોતું, બીજી તરફ પત્ની પ્રેગનેન્ટ હોવા છતાં પતિ દ્વારા તેના પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા.

કોહલી-શાસ્ત્રી સાથે વાત કરી અને પછી દુબઈમાં મુલાકાત, ધોનીને આમ મળી મોટી સપ્રાઈઝ
એક દિવસ રાત્રે પતિ ઓફિસથી પરત આવ્યો ત્યારે પત્નીએ તેને પૂછ્યું કે શા માટે મારી સાથે વાત નથી કરતા? તો પતિએ તું ગમતી નથી તેમ કહીને માર મારવાનું શરુ કર્યું હતું. વધારે મારામારી અને હોબાળો થવાના કારણે આસપાસમાંથી અન્ય મહિલાઓ યુવતીને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને તેને બચાવી લીધી હતી.

પોતે પ્રેગનેન્ટ હોવા છતાં પતિ દ્વારા જે પ્રકારે ત્રાસ ગુજારવામાં આતો હતો તેનાથી કંટાળીને આખરે પત્ની પિયર ચાલી ગઈ હતી, અહીં તેણે પતિના ત્રાસ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો