એપશહેર

નરોડાની મહિલાએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકતા પ્રેમીએ તેના ગંદા ફોટા મોકલ્યા

નરોડામાં પોતાની 17 વર્ષની દીકરી સાથે રહેતી 39 વર્ષની મહિલાને નિકોલમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બાંધવો ભારે પડી ગયો. જ્યારે મહિલા તેના પ્રેમીને મળવા જાય ત્યારે તે તેની સાથે મારઝૂડ કરતો અને બીભત્સ શબ્દો કહેતો હતો. આથી કંટાળીને મહિલાએ પ્રેમ સંબંધનો અંત આણ્યો હતો. આ વાતથી પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને તેની દુકાને ન્યૂડ ફોટા મોકલ્યા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 13 Jun 2022, 11:48 am

હાઈલાઈટ્સ:

  • નરોડામાં રહેતી 39 વર્ષની મહિલા પ્રેમ સંબંધ બાંધીને પસ્તાઈ
  • પ્રેમી મારઝૂડ કરતો હોવાથી મહિલાએ પ્રેમ સંબધનો અંત આણ્યો
  • ઉશ્કેરાયેલા પ્રેમીએ મહિલાની દુકાને તેના ન્યૂડ ફોટો મોકલ્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat man sends nude photographs to woman
જ્યારે મહિલા મહેશને મળવા માટે જાય ત્યારે તે તેને બીભત્સ શબ્દો બોલતો અને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ મહેશ સાથેના પ્રેમ સંબંધનો અંત આણ્યો હતો. પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકતા પ્રેમી મહેશ ઉશ્કેરાયો હતો.
અમદાવાદઃ નરોડામાં પોતાની દીકરી સાથે ભાડે રહેતી 39 વર્ષની મહિલાને પ્રેમી દ્વારા જ કડવો અનુભવ થયો. પહેલાં મહિલાને યુવક સાથે પ્રેમ થયો હતો. થોડા સમય બાદ પ્રેમ સંબંધમાં નવા વળાંક આવ્યા હતા. જ્યારે મહિલા તેના પ્રેમીને મળવા જાય ત્યારે તે તેની સાથે મારઝૂડ (Boyfriend harass woman) કરતો હતો. આખરે મહિલાએ આ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ મહિલાના ન્યૂડ ફોટા તેની દુકાને મોકલી આપ્યા હતા. એટલું જ નહીં એક દિવસ મહિલા તેની દીકરી સાથે (Ahmedabad News) ઘરે જતી હતી ત્યારે આ પાગલ પ્રેમીએ તેને રોકી હતી અને બીભત્સ શબ્દો બોલીને છેડતી કરી હતી. આખરે કંટાળીને મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (Ahmedabad crime) ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નરોડામાં 17 વર્ષની દીકરી સાથે ભાડે રહેતી 39 વર્ષની મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, નિકોલમાં રહેતા એક મહેશ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે મહિલા મહેશને મળવા માટે જાય ત્યારે તે તેને બીભત્સ શબ્દો બોલતો અને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ મહેશ સાથેના પ્રેમ સંબંધનો અંત આણ્યો હતો. પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકતા પ્રેમી મહેશ ઉશ્કેરાયો હતો.
પાલડીના આંબેડકર બ્રિજ પર ઓઈલ ઢોળાતા ટુ-વ્હીલર લઈને જતા વાહનચાલકો લપસતા ઘાયલ થયા
આ કારણોસર મહેશ મહિલાને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં મહેશે મહિલાના ન્યૂડ ફોટા તેની દુકાને મોકલ્યા હતા. શરુઆતમાં મહિલાએ આ મામલે કોઈ કાર્યવાહી કરી નહીં. આ દરમિયાન મહિલા એક દિવસ તેની દુકાનેથી પોતાની દીકરી સાથે ઘરે જઈ રહી હતી. ત્યારે મહેશ તેની પાસે આવ્યો હતો અને રસ્તામાં રોકીને તેને સાથે ગાળાગાળી કરીને છેડતી કરી હતી.
સરકારી નોકરી કરતા ડૉક્ટરે બદલી થતાં હાઈકોર્ટમાં પિટિશન કરી, થયો રુ. 1,000નો દંડ
આ જોઈને મહિલાએ બૂમાબૂમ કરતા મહેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે મહેશની આવી હરકતોથી કંટાળીને મહિલાએ પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું. મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં મહેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story