એપશહેર

રાહતના સમાચાર: અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઘટ્યા, એક્ટિવ કેસ પણ ઓછા

અમદાવાદમાં ઉત્તર અને દક્ષિણ ઝોનમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ઝોન હજી દર્દીઓની સંખ્યા વધુ નોંધાય છે.

Authored byHimanshu Kaushik | Edited byશિવાની જોષી | TNN 13 Dec 2020, 8:42 am
હિમાંશુ કૌશિક, અમદાવાદ: છેલ્લા બે દિવસમાં શહેરમાં નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન નોંધાયા નથી. પરિણામે 15 નવેમ્બરથી નોંધાઈ રહેલી માઈક્રો-કન્ટેન્ટમેન્ટ સોસાયટીઓનો આંકડો 100ની નીચે પહોંચ્યો છે. શનિવારે 118 વિસ્તારો માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં હતા, જેમાંથી 20ના નામ હટાવી લેવાતાં આંકડો 98એ પહોંચ્યો છે.
I am Gujarat micro zone
ફાઈલ તસવીર


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 98 સોસાયટીઓ માઈક્રો-કન્ટેનમેન્ટ યાદીમાં છે. જેમાંથી 60થી વધુ સોસાયટીઓ પાલડી, ચાંદખેડા, ચાંદલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ સહિતના પશ્ચિમ વિસ્તારની છે. મંગળવારે જે 20 સોસાયટીઓને માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાંથી હટાવવામાં આવી તેમાંથી 9 પશ્ચિમ વિસ્તારની જ્યારે 11 શહેરના પૂર્વ વિસ્તારની હતી.

AMCના અધિકારીઓનું કહેવું છે કે, શહેરમાં પ્રતિ દિવસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યા ઘટીને 250ની આસપાસ આવી છે. RT-PCR અને એન્ટીજન ટેસ્ટમાં આવતા પરિણામોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નીચી જઈ રહી છે. દિવાળીના તહેવારો બાદ પોઝિટિવ કેસનો ગુણોત્તર 5% થયો હતો જે હવી ફરીથી 3%ની નીચે આવી ગયો છે. સાથે જ એક્ટિવ કેસનો આંકડો પણ ઘટીને 2,500 થયો છે. જે નવેમ્બરના મધ્યમાં 3200ની પાર પહોંચ્યો હતો.

શનિવારે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ, ગોતા, બોડકદેવ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ 458 એક્ટિવ કેસ હતા. જ્યારે પાલડી, રાણીપ, નારણપુરા, નવરંગપુરા અને ઉસ્માનપુરામાં 450 એક્ટિવ કેસ છે. જોધપુર, વેજલપુર, બોપલ અને સરખેજમાં 416 એક્ટિવ કેસ છે. કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો, ઉત્તર ઝોનમાં 318 કેસ, પૂર્વ ઝોનમાં 260, દક્ષિણ ઝોનમાં 393 કેસ અને મધ્ય ઝોનમાં 246 એક્ટિવ કેસ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા થોડા દિવસમાં ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ખૂબ ઓછા કેસ નોંધાયા છે. પરંતુ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમિતપણે 450થી વધુ કેસ નોંધાય જ છે.
લેખક વિશે
Himanshu Kaushik
Himanshu Kaushik is Senior Assistant Editor at The Times of India, Ahmedabad. He reports on Wildlife and state government. He takes special interest in reporting on wildlife, especially the lions of Gir. His likes listening to music.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો