એપશહેર

દલિત મહિલાએ બનાવેલું મધ્યાહન ભોજન કેમ નથી જમી રહ્યા મોરબીની શાળાના બાળકો? સામે આવ્યું અસલી કારણ!

શ્રી સોખડા પ્રાથમિક શાળામાં દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલું મધ્યાહન ભોજન ઘણા વિદ્યાર્થીઓ જમતાં ન હોવાનું સામે આવ્યું હતું. જો કે, મોરબી જિલ્લા વહીવટીતંત્રએ વિગતવાર કરેલી તપાસ પ્રમાણે, આવું કથિત રીતે જાતિવાદના કારણે નથી થઈ રહ્યું. પરંતુ કેટલાક વાલીઓ તેમના બાળકોને ઘરેથી જમાડીને સ્કૂલે મોકલી રહ્યા છે, તેથી તેમને મધ્યાહન ભોજનની જરૂર નથી.

Edited byમિત્તલ ઘડિયા | TNN 5 Aug 2022, 8:37 am

હાઈલાઈટ્સ:

  • મોરબી જિલ્લાના કલેક્ટરે કહ્યું 'તમામે પોતાના નિવેદનમાં જાતિ અંગે ભેદભાવ ન કરવામાં આવતો હોવાનું કહ્યું'
  • અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે પણ આ ઘટના અંગે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો
  • વાલીઓએ અમને જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન બનાવતી વ્યક્તિ સામે તેમને કોઈ વાંધો નથીઃ મોરબી કલેક્ટર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat no caste bias at shri sokhda primary school
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શ્રી સોખડા ગામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની યોજનાના ભાગરૂપે આપવામાં આવતું ભોજન મોટાભાગના વિદ્યાર્થીઓ ન લેતા હોવા પાછળનું કારણ જાણવા માટે જ્યારે મોરબી જિલ્લા વહીવટીતંત્રએ વિગતવાર તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે કથિત રીતે જાતિવાદના કારણે નહોતું, પરંતુ મોટાભાગના વાલીઓ તેમના બાળકોને ઘરેથી જ જમાડીને સ્કૂલે મોકલે છે. મોરબી જિલ્લાના કલેક્ટર જે.બી. પટેલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'મોટાભાગના બાળકો મધ્યાહન ભોજન લઈ રહ્યા નથી કારણ કે, તેમને ઘરે જ જમાડવામાં આવે છે. તેને સમર્થન આપવા માટે , અમે વ્યક્તિગત રીતે વાલીઓના ઘરે જઈને, શાળાના રસોઈયા કે જેમને કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ, સરપંચ અને ગામમાં અલગ-અલગ સમાજના આગેવાનોના નિવેદન લીધા હતા. તેમણે તમામે જાતિ અંગે કોઈ ભેદભાવ કરવામાં ન આવતો હોવાની ખાતરી આપી હતી'.
દલિતે બનાવેલું ભોજન લેવાનો OBC વિદ્યાર્થીઓનો ઈનકાર, વાલીઓને સમજાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ

145 વિદ્યાર્થીઓ નથી લઈ રહ્યા મધ્યાહન ભોજન
પટેલે ઉમેર્યું હતું કે, '29 જૂને, સોખડા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા ધારા મકવાણાએ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. શું તેમની જાતિના કારણે બાળકો ભોજન નથી લઈ રહ્યા તે જાણવાની તેમણે માગ કરી હતી. હવે, મકવાણાએ પણ તેમના નિવેદનમાં અમને કહ્યું છે કે તેમને કોઈ સમસ્યા નથી'. સ્કૂલ મોનિટરિંગ કમિટી સાથે તપાસની આગેવાની કરી રહેલા સ્વતંત્ર મામલતદારે 11 જુલાઈ સુધીમાં કલેક્ટરને રિપોર્ટ જમા કરાવ્યો હતો. ગુરુવારે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે પણ આ ઘટના અંગે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો.

જુગાર રમવામાં લાખો રૂપિયા હારી ગયો ડોક્ટર, અપહરણનું નાટક રચી પિતાને મોકલ્યો ધમકીભર્યો મેસેજ

બાળકોને ઘરેથી જમાડીને મોકલતા હોવાનું વાલીઓએ કહ્યુંધારા મકરવાણાને શ્રી સોખડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અરાયા બાદ આશરે 153 વિદ્યાર્થીઓ જમતાં ન હોવાનો 16 જુલાઈએ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. 'વાલીઓએ અમને જણાવ્યું હતું કે, રસોઈ બનાવતી વ્યક્તિ સામે તેમને કોઈ વાંધો નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના બાળકોને ઘરેથી જ જમાડીને મોકલે છે અને તેથી તેમને મધ્યાહન ભોજનની જરૂર નથી', તેમ પટેલે કહ્યું હતું. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું, સ્કૂલ મોનિટરિંગ કમિટીના સભ્યોએ તેમને ખાતરી આપી છે કે, વધુને વધુ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story