એપશહેર

ડેબિટ કાર્ડ પાસે હોવા છતાં એક બેંકના 7થી વધુ ગ્રાહકોના ATMમાંથી પૈસા ઉપડી ગયા

શહેરના સ્ટેડિયમ વિસ્તારમાં આવેલી એક બેંકના કેટલાંક કસ્મટર્સ સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બેંકનું ડેબિટ કાર્ડ ગ્રાહક પાસે હોવા છતાં પણ મુંબઈના ATMમાંથી રુપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ સામે આવી છે. એવી આશંકા છે કે, આરોપીઓએ બેંકના ATMમાં ડેટા ક્લોન કરવાનું સોફ્ટવેર લગાવીને કસ્ટમર્સનો ડેટા ચોર્યો હશે. બાદમાં અલગ અલગ ATMમાંથી રુપિયા ઉપાડી લીધા હશે. સાતથી પણ વધુ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 14 Jun 2022, 2:55 pm

હાઈલાઈટ્સ:

  • એક જ બેંકના 7થી પણ વધુ કસ્ટમર્સ બન્યા છેતરપિંડીનો ભોગ
  • ડેબિટ કાર્ડ પાસે હોવા છતાં ATMમાંથી રુપિયા ઉપડી ગયાની ફરિયાદ
  • આરોપીઓએ ડેટા ક્લોન કરવાના સોફ્ટવેરથી ડેટા ચોર્યો હોવાની આશંકા

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bank atm fraud case
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપીઓએ બેંકના ATMમાં ડેટા ક્લોન કરવાનું સોફ્ટવેર લગાવીને કસ્ટમર્સના ડેટા ચોર્યા હશે. બાદમાં જુદા જુદા ATMમાંથી રુપિયા ઉપાડી લીધા હશે.
અમદાવાદઃ શહેરની એક બેંકના સાતથી પણ વધુ કસ્ટમર્સ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડેબિટ કાર્ડ પોતાની પાસે હોવા છતા પણ એટીએમમાંથી રુપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ સામે આવી છે. એટલે કે એવી આશંકા છે કે, એટીએમ ક્લોન (ATM clone fraud) કરીને બેંકના કસ્ટમર્સ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોઈ શકે છે. આ છેતરપિંડી બાદ કસ્ટમર્સે નેશનલ સાયબર પોર્ટલ અને બેંકને ફરિયાદ કરી હતી. તેઓનો આક્ષેપ છે કે, ડેબિટ કાર્ડ તેમની પાસે હોવા છતાં મુંબઈના એટીએમમાંથી પૈસા ઉપડી લેવામાં આવ્યા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું કે, 8 અને 9 જૂનના રોજ સ્ટેડિયમ બ્રાંચની બેંકના એટીએમનો ઉપયોગ જે કસ્ટમરે કર્યો હતો તેમના ખાતામાંથી (Ahmedabad crime) પૈસા ઉપડ્યા હતા. જેથી એવી પણ આશંકા છે કે, આરોપીઓએ આ એટીએમમાં કાર્ડ ક્લોન થાય એવા સોફ્ટવેર (Ahmedabad News) લગાવી કસ્ટમર્સનો ડેટા ચોરી કર્યો હોઈ શકે છે.
રુ. 5.92 લાખના લૂંટ કેસમાં ટ્વિસ્ટ, 100 ગ્રામ સોનાનું બિસ્કિટનું બીલ ન હોવાથી ફરિયાદી ફસાયો
મળતી વિગતો મુજબ, સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના એકાઉન્ટમાંથી મુંબઈના ATMમાંથી રુપિયા 32 હજારની રકમ ઉપડી ગઈ હતી. આ અંગેનો મેસેજ પણ તેમને મળ્યો હતો. જે બાદ તેઓએ બેંક અને સાયબર સેલને ફરિયાદ કરી હતી. જ્યારે તેઓ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અન્ય 6-7 લોકો પણ આવી જ ફરિયાદ લઈને આવ્યા હતા. બીજી તરફ, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપીઓએ બેંકના ATMમાં ડેટા ક્લોન કરવાનું સોફ્ટવેર લગાવીને કસ્ટમર્સના ડેટા ચોર્યા હશે. બાદમાં જુદા જુદા ATMમાંથી રુપિયા ઉપાડી લીધા હશે.
પોરબંદરઃ પરિવાર સેલ્ફી લેતો હતો ત્યારે કુછડીના દરિયામાં ડૂબેલા માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો
છેતરપિંડીનો ભોગ બનનારાનું અન્ય એક વ્યક્તિનું કહેવું છે કે, તેમની પત્નીના એકાઉન્ટમાંથી 30 હજાર રુપિયા ઉપડી ગયા હતા. જ્યારે ઓનલાઈન ચેક કર્યુ ત્યારે આ વાતની જાણ થઈ હતી. આમ તો પૈસા ઉપડે તો મેસેજ આવતો હોય છે પણ આ વખતે મેસેજ પણ આવ્યો નહોતો. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, આવી રીતે 10-15 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. બીજી તરફ, બેંકના અધિકારીનું કહેવું છે કે, ગ્રાહકોની રજૂઆત મળ્યા બાદ તેમની ટીમ તપાસ કરી રહી છે. સાથે જ સાયબર સેલને પણ માહિતી પૂરી પાડવામાં આવી છે.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story