એપશહેર

કાળીચૌદશનો કકળાટ: સાસુ-વહુ વચ્ચે મારામારીની સામસામી ફરિયાદ

I am Gujarat 15 Nov 2020, 1:51 pm
અમદાવાદ: કાળીચૌદશની રાત્રે સાસુ-વહુએ એકબીજાની સામે મારામારી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના સેટેલાઈટ વિસ્તારની આ ઘટનામાં સાસુએ વહુ સ્ટીલનો સળીયો લઈ મારવા આવી હોવાની જ્યારે વહુએ સાસુ પર વાળ ખેંચી નીચે પોતાને નીચે પછાડી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે.
I am Gujarat mother in law and daughter in law files cross police complains against each other
કાળીચૌદશનો કકળાટ: સાસુ-વહુ વચ્ચે મારામારીની સામસામી ફરિયાદ


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વસ્ત્રાપુરના આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય ચેતના શર્માનો પુત્ર કુલદીપ થોડા મહિનાઓ પહેલા સાબરમતીની વેલેન્ટિના શાહ નામની યુવતી સાથે પરણ્યો હતો. જોકે, બંને વચ્ચે મેળ ના હોવાથી તેઓ અલગ રહેતા હતા. કુલદીપ તેમની માલિકીના વાસુપૂજ્ય બંગલોમાં ચાલતા પીજીમાં રહેતો હતો.

ચેતનાબેનની ફરિયાદ અનુસાર, શુક્રવારે રાત્રે પીજીમાંથી તેમને એક ફોન આવ્યો હતો કે કુલદીપને કોઈ યુવતી ફટકારી રહી છે. જેની જાણ થતાં ચેતનાબેન પોતાની મોટી વહુ અભીને લઈ પીજીમાં પહોંચ્યા હતા. તેમણે જોયું હતું કે કુલદીપનું મોઢું લાલ થઈ ગયું હતું, અને વેલેન્ટિના તેને મારી રહી હતી.

વેલેન્ટિનાને અહીં કેમ આવી છે તેવું ચેતનાબેને પૂછતા તે ઉશ્કેરાઈ ગઈ હતી, અને સ્ટીલનો સળીયો લઈને મારવા દોડી આવી હતી. આ દરમિયાન મોટી વહુ અભી વચ્ચે પડતાં ચેતનાએ તેના વાળ ખેંચીને હાથ પર બચકું ભરી લીધું હતું. આ દરમિયાન વેલેન્ટિનાએ કુલદીપનું ગળું પકડી લેતાં ચેતનાબેન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

બીજી તરફ, વેલેન્ટિનાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે શુક્રવારે કુલદીપનો ફોન આવતા તે રાત્રે બારેક વાગ્યે એસજી હાઈવે પર આવેલા ટી સ્ટોલ પર તેને મળવા આવી હતી. કુલદીપ પાસે વાહન ના હોવાથી તે તેને મૂકવા ગયેલી અને બંને વાતચીત કરતાં હતાં ત્યાં જ ચેતનાબેન આવી ગયા હતા અને ગાળો બોલવા માડ્યા હતા.

વેલેન્ટિનાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પીજીમાં ધસી આવેલા સાસુ ચેતનાબેને તેને વાળ ખેંચી નીચે પાડી દીધી હતી, અને સેલ્ફ ડિફેન્સનો સળીયો પણ ખેંચી લીધો હતો. સાસુએ ખોટો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાનો પણ વેલેન્ટિનાએ આક્ષેપ કર્યો છે. પોલીસે આ મામલે હાલ બંને પક્ષોની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો