એપશહેર

બજેટ સર્વાંગી વિકાસને વેગ આપનારું, રાજ્યના MSMEને બૂસ્ટરડોઝ: GCCI

I am Gujarat 2 Feb 2017, 1:11 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat msme gcci
બજેટ સર્વાંગી વિકાસને વેગ આપનારું, રાજ્યના MSMEને બૂસ્ટરડોઝ: GCCI


– નાણાં મંત્રી અરૂણ જેટલીએ દેશના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સામાન્ય તેમજ રેલ બજેટ સંયુક્ત રીતે રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં કેન્દ્ર સરકારે કૃષિ, આર્થિક નબળા વર્ગ, યુવા, લઘુ ઉદ્યોગો, ગરીબો તેમજ રિયલ એસ્ટેટ સહિત તમામને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષોમાં વિકાસને વેગ મળી શકે તેવું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હોવાનું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના (GCCI) પ્રેસિડેન્ટ બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું.
બજેટમાં ~50 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા લઘુ એકમોને વેરામાં પાંચ ટકાની રાહત આપી વેરાનો દર 25 ટકા કર્યો છે જેને પગલે દેશની 96 ટકા MSMEને લાભ મળશે. “જેટલીનું બજેટ એકંદરે સર્વાંગી વિકાસને બળ પુરું પાડશે. વૈશ્વિક તેમજ સ્થાનિક પ્રતિકૂળ પરિસ્થિતિ ઉપરાંત ધિરાણની સમસ્યાને પગલે લઘુ ઉદ્યોગો મંદીમાં સપડાયા હતા જો કે, ટેક્સ રેટ ઘટાડવામાં આવતા તેમને બૂસ્ટર ડોઝ મળ્યો છે,” તેમ પટેલે વધુમાં જણાવ્યું હતું. લઘુ ઉદ્યોગોને બેન્કો દ્વારા ઊંચા દરે ધીરાણ પુરું પાડવામાં આવે છે જેમાં ઘટાડો કરીને મોટા ઉદ્યોગોની સમકક્ષ કરવાની જરૂર હતી તેવો સૂર ઉદ્યોગ જગતના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
બજેટમાં રાષ્ટ્રીયકૃત બેન્કો માટે નોન પર્ફોર્મિંગ એસેટ્સ માટેની પ્રોવિઝનિંગ વર્તમાન 7.5 ટકાથી વધારીને 8.5 ટકા કરી છે આ ઉપરાંત અત્યાર સુધી આ લાભથી વંચિત કો-ઓપરેટિવ તેમજ શિડ્યૂલ બેન્કો સુધી પણ તેને લંબાવાયો છે. બુક્સ ઓફ એકાઉન્ટની જાળવણીના ઓડિટ માટેની થ્રેસોલ્ડ લિમિટ અગાઉ ~1 કરોડથી વધારીને ~2 કરોડ કરવામાં આવી છે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સને નાબૂદ કરવાની માગ સામે મેટ ક્રેડિટને વધુ 15 વર્ષ સુધી લંબાવવામાં આવી હતી તેમ જીસીસીઆઈની ટેક્સ કમિટીના સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધિનલ શાહે જણાવ્યું હતું.
એફોર્ડેબલ હાઉસિંગમાં ભાવ ઘટવાની સંભાવના
ચેમ્બરના સેક્રેટરી વિજય શાહે જણાવ્યું કે ‘વર્ષોથી 80-IA હેઠળ સમગ્ર રિઅલ એસ્ટેટને ઈન્ફ્રા.નો દરજ્જો આપવાની માગ હતી. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે પ્રોફિટ લિન્ક્ડ ઈન્કમ ટેક્સ એક્ઝમ્પ્શન સ્કીમમાં સુધારો કરીને 30-60 ચોરસ મીટર બિલ્ટ અપ એરીયાને બદલે કાર્પેટ એરિઆને ધ્યાનમાં લેવાશે. અગાઉ બિલ્ડર માટે સ્કીમ શરૂ થયાના ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની મર્યાદા હતી તે વધારીને પાંચ વર્ષ કરાઈ છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનની મુદત ત્રણ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરાઈ હતી અને ઈન્ડેકસેશનમાં ફેરફાર કરાતા પાયાનું વર્ષ એપ્રિલ 1981ને બદલે એપ્રિલ 2001 કરાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો