એપશહેર

રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સને કોર્પોરેશને સીલ મારી દીધું

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કડક કાર્યવાહી કરી રહેલા AMCએ આજે મૂર્તમંત કોમ્પ્લેક્સ સીલ માર્યું

I am Gujarat 11 Aug 2020, 1:43 pm
કાયમ જ્યાં ભીડભાડ જોવા મળતી હોય છે તેવા અમદાવાદના રિલિફ રોડ પર આવેલા જાણીતા મૂર્તિમંત કોમ્પ્લેક્સને બંધ કરાવી દેવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનની ટીમ તપાસ કરવા માટે પહોંચી ત્યારે અહીં લોકોની મોટી ભીડ જોવા મળી હતી, અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, કેટલાક લોકોએ માસ્ક પણ ના પહેર્યું હોવાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા મૂર્તિમંત કોમ્પ્લેક્સને બંધ કરી દેવામાં આવ્યું હતું.
I am Gujarat murtimant complex of relief road sealed by ahmedabad municipal corporation
રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સને કોર્પોરેશને સીલ મારી દીધું


હવે કોટ વિસ્તારનો વારો

સમગ્ર અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ટીમ મોલ્સ માર્કેટ અને જ્યાં ભીડભાડ જોવા મળતી હોય છે તેવા સ્થળોએ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચેકિંગ કરી રહી છે. તાજેતરમાં જ શહેરના કેટલાક જાણીતા મોલને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલીક નાસ્તાની દુકાનો, સલૂનોમાં પણ ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી તેમને સીલ મારી દેવામાં આવ્યા હતા.

માસ્ક ના પહેરવા પર 1000 રુપિયા દંડ

કોરોનાના પ્રસારને રોકવા માટે તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો તેમને બંધ કરાવવા સુધીના પણ પગલાં લેવાઈ રહ્યા છે. વળી, આજથી માસ્ક ના પહેરનારા પાસેથી એક હજાર રુપિયાનો ભારે ભરખમ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

જન્માષ્ટમીની ઉજવણી પણ નહીં થાય

ઉલ્લેખનીય છે કે, લોકોની ભીડ એકઠી ના થાય તે માટે સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના ધાર્મિક પ્રસંગોની જાહેરમાં ઉજવણી કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જન્માષ્ટમીએ દર વર્ષે યોજાતો કૃષ્ણજન્મોત્સવ પણ આ વખતે અમદાવાદના તમામ મંદિરોએ રદ્દ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભરાતા સાતમ-આઠમના મેળાને પણ આ વખતે મંજૂરી નથી મળી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો