એપશહેર

રથયાત્રાના હાથીની સજાવટ કરે છે મુસ્લિમ મહિલા

I am Gujarat 6 Jul 2016, 9:55 am
યોગેશ ચાવલા, અમદાવાદ: ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા ઈદના એક દિવસ પહેલાં નીકાળવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદની એક મુસ્લિમ મહિલા મુમતાઝે તહેવારોના આ અવસર પર ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ ઉભું કર્યુ છે. જે હાથીઓના સહારે આખા શહેરમાં રથયાત્રા નીકાળવામાં આવે છે, મુમતાઝે તે હાથીઓની સજાવટનું કામ કર્યુ છે.
I am Gujarat muslim woman paints picture of harmony on rath yatra elephants
રથયાત્રાના હાથીની સજાવટ કરે છે મુસ્લિમ મહિલા


મુમતાઝે કહ્યું કે, ‘ઈદ અને રથયાત્રા એક દિવસ આગળ પાછળ ઉજવાઈ રહ્યા છે, તે અલ્લાહનો મિત્રતાભર્યો સંદેશ છે. એક મુસલમાન તરીકે હું રોઝા રાખું છું, પરંતુ રોઝો મને આ કામ કરતાં રોકતો નથી.’

મુમતાઝના પતિનું મૃત્યુ થયું છે અને તે પોતાની 12 વર્ષની દીકરી સાથે મંદિરની સામે 18માંથી બે હાથી સજાવવાના કામમાં લાગેલી છે. એક બાજુ દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં ધાર્મિક સંઘર્ષો ચાલે છે, ત્યારે રથયાત્રા ધાર્મિક એકતા વધારવાનું કામ કરી રહી છે. આ પર્વ પર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાય સાથે મળીને કામ કરી રહ્યા છે.

અમુક વર્ષ પહેલાં સુધી તે માત્ર રથયાત્રા નીકળતી જોતી હતી. તેમણે કહ્યું કે, હાથીની સજાવટમાં પેઈન્ટનો ઉપયોગ થતો જોયો. મને સર્ફેસ પેન્ટિંગ આવડે છે. માટે મેં મહાવતને અપીલ કરી કે મને આ કામ કરવા દે અને તે આ માટે તૈયાર થઈ ગયા.

મુમતાઝ હાથીઓ સાથેની પોતાની મિત્રતાને યાદ કરે છે. તે કહે છે કે, હું ચંચલ અને રશ્મિનો શણગાર કરતી હતી. પરંતુ બે વર્ષ પહેલાં ચંચલનું મૃત્યુ થયું. મને હજી એક હાથી ચાંદની પણ ઘણી પસંદ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો