એપશહેર

જુનાગઢની ગુમ યુવતીનો ભેદ ઉકેલાયોઃ પરિણીત પ્રેમીએ છૂટકારો મેળવવા પ્રેમિકાની કરી હતી હત્યા, 8ની ધરપકડ

જૂનાગઢમાં ગયા વર્ષે એક યુવતીની હત્યા થઈ હતી. આ હત્યાના કેસને અમદાવાદની પાલડી પોલીસે ઉકેલી કાઢ્યો છે. પાલડી પોલીસે આ હત્યાના કેસમાં આઠ જેટલાં આરોપીઓની ધરપકડ કરી છે. આરપી સુરજ અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતા. આરોપી સુરજ પરિણીત હતો એ વાતની જાણ પીડિતાને થયા બાદ બંને વચ્ચે ઝઘડા શરુ થયા હતા. પીડિતાનો કાંટો દૂર કરવા માટે આરોપી સુરજે યોજના ઘડી હતી.

Edited byમનીષ કાપડિયા | TNN 28 May 2023, 11:27 am

હાઈલાઈટ્સ:

  • બે વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ પાલડી પોલીસે ઉકેલ્યો
  • આરોપી અને મૃતક બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હતા
  • પ્રેમી પરિણીત હોવાની જાણ થતા ઝઘડાં શરુ થયા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat junagadh boyfriend killed girlfriend
પ્રેમિકાથી છૂટકારો મેળવવા માટે પ્રેમીએ તેની હત્યા કરી હતી.
અમદાવાદઃ અમદાવાદની પાલડી પોલીસે એક 22 વર્ષીય યુવતીની તેના પ્રેમી દ્વારા રચવામાં આવેલી ભયાનક હત્યાનો પર્દાફાશ કર્યો છે. પાલડી પોલીસે આ હત્યાના કેસમાં આઠ જેટલાં આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં એક આરોપીની 46 વર્ષીય માતાનો પણ સમાવેશ થાય છે. આરોપીઓએ યુવતીને માત્ર સળગાવીને મારી નાખી નહોતી, પરંતુ તેના પરિવાર કે પોલીસ તરફથી તેઓ શંકામાં ન ઘેરાય એની ખાતરી કરવા માટે તમામ સંભવિત પ્રયાસો પણ કર્યા હતા. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ખેતરમાં સળગાવીને કરી હતી હત્યા
પીડિતા ધારા કડીવરને ગયા વર્ષે 19 જૂનના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે નોલી ગામમાં તેના પ્રેમી સુરજ સોલંકી, તેના નાના ભાઈ યુવરાજ અને તેના કાકા મુકેશ દ્વારા ખેતરમાં સળગાવી દેવામાં આવી હતી. આ ગુનામાં સુરજને અમદાવાદમાં ફૂડ સ્ટોલ ચલાવતા મિત્ર મિત શાહ, તેના ભાઈ જુગલ અને તેની માતા મોનાએ મદદ કરી હતી. મહત્વનું છે કે, આરોપી સુરજ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ચલાવે છે અને ધારા સાથેના સંબંધમાં ખટાશ ઉભી થતા તેણે તેને રસ્તામાંથી હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. તેણીએ તેને છોડી દેવાના બદલામાં રુપિયા 30 લાખની ઓફર સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ધારા અને સુરજ 2021માં સોશિયલ મીડિયા પર મળ્યા હતા અને પછી પ્રેમમાં પડ્યા હતા. એ સમયે ધારા નહોતી જાણતી કે સુરજ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે.
અમદાવાદ: જીવરાજપાર્કમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકન નાગરિકોને સાથે કરતા છેતરપિંડી
લિવ ઈનમાં રહેતા હતા
એ પછી તેઓ જૂનાગઢમાં લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા હતા. ધારાને મોંઘા દાગીના, કપડાં અને ગેજેટ્સનો શોખ હતો અને તે ઘણીવાર સુરજ પાસે રુપિયા માગતી હતી. જ્યારે સુરજે રુપિયા આપવાનો ઈનકાર કર્યો તો ધારા તેને સખત પગલાં લેવાની ધમકી આપતી હતી. એક વાર તો ધારાએ તેનું કાંડુ પણ કાપી નાખ્યું હતું. સુરજ તેના વર્તનથી કંટાળી ગયો હતો, એવું ઝોન 7ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ફેક્ટરીમાં સાથે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો પ્રેમી, ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બતાવ્યું અસલી રૂપ
હત્યા કરવાનો પ્લાન બનાવ્યો
ફેબ્રુઆરી, 2022માં ધારાને જાણવા મળ્યું કે, સુરજ પરિણીત છે. એ પછી ધારાએ સુરજ અને તેના મિત્ર મિત જોશી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, કેટલાંક દિવસો બાદ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો અને ફરીથી બંને સાથે રહેવા લાગ્યા હતા. સુરજે ગુજરાત હાઈકોર્ટમાં બળાત્કારની એફઆરઆઈ રદ્દ કરવા માટે અપીલ પણ કરી હતી. બાદમાં જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થવા લાગ્યા અને સુરજે તેનો કાંટો દૂર કરવાનું નક્કી કરી લીધું. એ પછી સુરજે તેના મળતિયાઓ સાથે મળીને ધારાની હત્યા કરી હતી. ત્યારે પોલીસે આ કેસમાં 8 જેટલાં આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Ahmedabad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story