એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 987 નવા દર્દીઓ નોંધાયા, કુલ આંકડો 171040 પર પહોંચ્યો

ગુજરાતમાં વધુ 4 દર્દીઓના કોરોનાના કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3708 થયો છે. ગુજરાતમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 90.08% છે.

I am Gujarat 29 Oct 2020, 7:44 pm
અમદાવાદ: ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના રોજિંદા કેસના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 987 કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 171040 પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1083 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં વધુ 4 દર્દીઓના કોરોનાના કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3708 થયો છે. ગુજરાતમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 90.08% છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 8,040,203 કેસ નોંધાયા છે અને કુલ 120,527 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,315,989 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.
I am Gujarat q8


અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો