એપશહેર

ગુજરાતમાં કોરોનાના નવા 8210 કેસો સામે 14,483 દર્દીઓ સાજા, વધુ 82ના મોત

અમદાવાદમાં કોરોનાના નવા 2240 કેસો સામે 6939 દર્દીઓ ડિસ્ચાર્જ, રાજ્યનો રિકવરી રેટ 84.85 ટકા જેટલો

I am Gujarat 16 May 2021, 8:51 pm

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં આજે કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
  • વધુ 82 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 9121 પર પહોંચ્યો
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 638590 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q6
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8210 કેસો નોંધાયા છે અને સામે 14,483 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19 રસીકરણની વિગત નીચે મુજબ છે.

વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મેએ રાજ્યમાં વેક્સીનેશન બંધ રહેશે
રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 82 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 9121 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 638590 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસો 104908 છે જેમાં 797 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 104111 દર્દીઓ સ્ટેબલ છે.
'તૌકતે'ની અસર: અમદાવાદ સહિત રાજ્યમાં ઘણા સ્થળોએ પડ્યો વરસાદ
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2240, વડોદરામાં 519, સુરતમાં 482, રાજકોટમાં 372 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં આણંદમાં 223, જામનગરમાં 212, પંચમહાલમાં 195, જુનાગઢમાં 184, ગીર સોમનાથમાં 177, મહેસાણામાં 174, કચ્છમાં 173, સાબરકાંઠામાં 171, અમરેલીમાં 167, ખેડામાં 165, ભાવનગરમાં 160, અરવલ્લીમાં 141, દાહોદમાં 123, બનાસકાંઠામાં 116, વલસાડમાં 107, ભરૂચમાં 102, મહીસાગરમાં 98, પાટણમાં 98, ગાંધીનગરમાં 84, નવસારીમાં 70, દેવભૂમિ દ્વારકામાં 59, પોરબંદરમાં 55, નર્મદામાં 53, સુરેન્દ્રનગરમાં 50, છોટા ઉદેપુરમાં 31, તાપીમાં 27, મોરબીમાં 24, બોટાદમાં 12 અને ડાંગમાં 6 નવા કેસો નોંધાયા છે.

Read Next Story