એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 227 અને અમદાવાદમાં 174 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 919 નવા કેસ અને 7 મોત, કુલ આંકડો 167173 થયો.

I am Gujarat 25 Oct 2020, 7:58 pm
અમદાવાદ: ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 227 કેસ નોંધાયા છે અને 253 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 174 કેસ નોંધાયા છે અને 107 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 115 કેસ નોંધાયા છે અને 92 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 97 કેસ નોંધાયા છે અને 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q10


ભારતમાં 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ 8253 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્ર છે. જ્યાં 24 કલાકમાં 6417 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં 919 કેસ નોંધાયા છે અને 963 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી હવે કુલ એક્ટિવ કેસ પણ 13936 થયા છે અને મૃત્યુઆંક પણ 3689 થયો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 51,370 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 57,42,742 થયો છે. રાજ્યમાં 919 નવા દર્દીઓ સામે 963 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 1,49,548 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 790.31 ટેસ્ટ થાય છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો