એપશહેર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઘટ્યો, આજે નોંધાયા 200થી ઓછા કેસ

અમદાવાદમાં કોરોનાના નવા 38 કેસો સામે 70 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યનો રિકવરી રેટ 98.04 ટકા જેટલો

I am Gujarat 20 Jun 2021, 8:47 pm

હાઈલાઈટ્સ:

  • 5 વાગ્યા સુધીમાં કુલ 1,96,382 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
  • વધુ 4 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10032 પર પહોંચ્યો
  • અત્યાર સુધીમાં કોરોનાના કુલ 806193 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q10
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 185 કેસો નોંધાયા છે અને સામે 651 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,96,382 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં થયેલા કુલ રસીકરણની વિગતો નીચે મુજબ છે.

રાજ્યમાં કોરોનાના કારણે વધુ 4 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10032 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 806193 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ એક્ટિવ કેસો 6109 છે જેમાં 142 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 5967 દર્દીઓ સ્ટેબલ છે.
માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ ધોરણ-12 ના વિદ્યાર્થીઓ અલગથી પરીક્ષા આપી શકશે
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38, સુરતમાં 27, વડોદરમાં 11, રાજકોટમાં 8 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 8 કેસ, આણંદ-સાબરકાંઠા-વલસાડમાં 5 કેસ, બનાસકાંઠા-જુનાગઢ-ખેડા-કચ્છ-નવસારીમાં 4 કેસ, જામનગર અને પોરબંદરમાં 3 કેસ, ભરૂચમાં 2 કેસ, અમરેલી-ભાવનગર-મહીસાગર-નર્મદામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો