એપશહેર

ગુજરાતમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા, હવે માત્ર 7 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ સામે 28 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યનો રિકવરી રેટ 98.68 ટકા જેટલો

I am Gujarat 12 Jul 2021, 8:40 pm

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,54,759 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
  • રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10074 પર પહોંચ્યો છે
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 801 છે જેમાં 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 794 દર્દીઓ સ્ટેબલ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat w14
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા માત્ર 32 કેસ નોંધાયા છે અને સામે 161 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,54,759 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યનો રિકવરી રેટ 98.68 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા રસીકરણની વિગતો નીચે મુજબ છે.

રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10074 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 813399 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 801 છે જેમાં 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 794 દર્દીઓ સ્ટેબલ છે.
દેશમાં ચોથી જુલાઇથી શરુ થઇ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર, ટોચના વૈજ્ઞાનિકે કર્યો દાવો
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરતમાં 3, રાજકોટમાં 2 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય શહેરમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો ભરૂચ-કચ્છમાં 2, અમરેલી-છોટા ઉદેપુર-દાહોદ-ગીર સોમનાથ-જામનગર-મહેસાણા-વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.
બીજી લહેર કરતા ઓછી ખતરનાક હશે કોરોનાની ત્રીજી લહેર, ICMRના અભ્યાસનો દાવો

ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને નવા સંક્રમણનો આંકડો ઘટીને 40,000ની અંદર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 41,506 કેસ નોંધાયા હતા, જ્યારે 895 દર્દીઓના મોત થયા હતા, જેમાં આજે નોંધાયેલા કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના વાયરસના નવા કેસ મુજબ 24 કલાકમાં વધુ 37,154 દર્દીઓનો પોઝિટિવ આવ્યા છે, 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુઆંક ઘટાડા સાથે 724 પર પહોંચ્યા છે. વધુ 39,649 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. ભારતમાં વધુ 37 હજાર કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 3,08,74,376 થઈ ગયો છે. બીજી તરફ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 3 કરોડને પાર કરીને 3,00,14,713 થઈ ગઈ છે. વધુ 724 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,08,764 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા વધતા રિકવરી રેટ વધીને 97.22% થઈ ગયો છે.

Read Next Story