એપશહેર

કોરોના: ગુજરાતમાં નવા 17 કેસ નોંધાયા, હવે માત્ર 4 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 5,24,249 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા છે.

I am Gujarat 24 Sep 2021, 9:32 pm

હાઈલાઈટ્સ:

  • છેલ્લા 24 કલાકમાં સુરતમાં 7, અમદાવાદમાં 4, વલસાડમાં 3, કચ્છ-રાજકોટ-વડોદરામાં 1 કેસ નોંધાયો છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 815587 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10082 નોંધાયો છે.
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 145 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 141 દર્દી સ્ટેબલ છે.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat w8
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા અને 12 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે પણ કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 5,24,249 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 815587 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10082 નોંધાયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 145 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 141 દર્દી સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 7, અમદાવાદમાં 4, વલસાડમાં 3, કચ્છ-રાજકોટ-વડોદરામાં 1 કેસ નોંધાયો છે.

આ વર્ષે કોરોનાના કેસો તળિયે આવી જતાં ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જોકે, ક્લબ અને પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાજ્યના મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે.
આ વર્ષે નવરાત્રિમાં શેરી ગરબામાં 400થી વધારે લોકોને મંજૂરી નથી. જેથી શેરી-ગરબામાં પણ વધારે ભીડ ના થાય તે માટેનું આયોજન જે-તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાનું રહેશે. પાર્ટી પ્લોટ્સ કે અન્ય કોઈપણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જેથી 12 વાગ્યે ગરબા પૂર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવરજવરને મંજૂરી આપવામાં નહી આવે.

રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં તારીખ 25/9/2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે.

લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ-બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો