એપશહેર

રાજ્યમાં 109 IAS અધિકારીઓની બદલી, મુકેશ પુરીને બનાવાયા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી

રાજ્યમાં આજે 109 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીની યાદી પ્રમાણે મુકેશ પુરી ACS હોમ બન્યા છે. તો એકે રાકેશને કૃષિના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો કમલ દયાણીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ બદલીઓમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. જેમાં CMO કાર્યાલયમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 31 Mar 2023, 7:22 pm

હાઈલાઈટ્સ:

  • લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી.
  • મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે.
  • મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat transfer notification of ias
મુકેશ પુરીને બનાવાયા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી
અમદાવાદ: ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. અહીં નોંધનીય છે કે લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. અમદાવાદના કલેક્ટર ડૉ ધવલકુમાર પટેલની ટ્રાન્સફર ગાંધીનગરના જીઓલોજી અને માઈનિંગના કમિશનર તરીકે કરાઈ છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.
રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં એકે રાકેશ, કમલ દયાણી, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંઘ મનીષાચંદ્રા, બચ્છાનિધિ પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો પ્રવિણા ડી કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. ચર્ચા હતી કે બજેટ સેશન પૂરું થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે ત્યારે આજે રાજ્યમાં 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે.

વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલ મહિનામાં અધિકારીઓને પ્રમોશન મળે તેવી શક્યતા હતી પરંતુ માર્ચ મહિનાના છેલ્લા દિવસે જ 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. પ્રવીણા ડી કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. અહીં નોંધનીય છે કે નવી સરકારની રચના થયા બાદ આ સૌપ્રથમ વખત થયેલી મોટી બદલીઓ છે. આ બદલીઓમાં 3 વર્ષ કરતા વધારે સમયથી એક જ વિભાગમાં હોય તેવા અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ બદલીઓમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે તેમજ તે પ્રમાણે વિવિધ અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેમજ બદલીઓમાં 15થી વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમજ જ્યાં ફરિયાદ હતી તે જિલ્લાઓમાં ચહેરા પણ બદલવામાં આવ્યા છે. સાથે સાથે જે અધિકારીઓનું સારું પ્રદર્શન હતું તેમને નવા ખાતા પણ ફાળવવામાં આવ્યા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story