એપશહેર

અમદાવાદમાં ફ્લેટ, સોસાયટી અને કોમ્પલેક્સમાં કોરોના કો-ઓર્ડિનેટર નિમવા પડશે

અમદાવાદમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, બુધવારે શહેરમાં નવા 1637 કેસ નોંધાયા

I am Gujarat 5 Jan 2022, 9:18 pm
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. બુધવારે અમદાવાદમાં 1637 કેસ નોંધાયા હતા. હવે શહેરમાં કોરોના વધારે ન ફેલાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા ટેસ્ટિંગ સેન્ટર્સમાં લોકોની લાઈનો વધી રહી છે. તેથી કોર્પોરેશન પણ હવે કોરોનાને કાબૂમાં લેવા માટે સતર્ક બની ગયું છે.
I am Gujarat corona coordinator


હવે અમદાવાદ શહેરના વિસ્તારોની સોસાયટી, ફ્લેટ, કોમ્પલેક્સ અને અન્ય એકમોના ચેરમેન કે પ્રતિનિધિને કોરોના કો-ઓર્ડિનેટર નિમવા પડશે. આ કોરોના કો-ઓર્ડિનેટરની જવાબદારી પોતાના રહેણાંક વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવાની રહેશે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ: ડેઈલી કેસનો સત્તાવાર આંકડો 3350 પર પહોંચ્યોકોરોના કો-ઓર્ડિનેટરે તેમની સોસાયટી, ફ્લેટ કે કોમ્પલેક્સમાં તમામ લોકોએ વેક્સિનના પ્રથમ કે બંને ડોઝ લીધા છે કે નહીં તે સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. આ ઉપરાંત કોરોના કો-ઓર્ડિનેટરે અન્ય કેટલીક જવાબદારીઓ પણ નીભાવવી પડશે.

- કો-ઓર્ડિનેટરે સોસાયટી, ફ્લેટ, કોમ્પલેક્સ કે અન્ય એકમોના સભ્યો કે જેઓ વેક્સિન લેવા માટે લાયક છે તેમનો વેક્સિનનો પ્રથમ ડોઝ કે બંને ડોઝ પૂરા થઈ ગયા છે કે નહીં તે જોવાનું રહેશે.

- સોસાયટી, ફ્લેટ કે કોમ્પલેક્સના તમામ સભ્યો દ્વારા કોવિડ પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કોરોના કો-ઓર્ડિનેટરની રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ, ફરી વર્તાશે ઠંડીનો ચમકારો- કોરાનાને કાબૂમાં રાખવા માટે કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે તથા ટેસ્ટિંગની કામગીરીમાં પૂરતો સહકાર આપવાની જવાબદારી પણ કોરોના કો-ઓર્ડિનેટરની રહેશે.

- કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવતા માઈક્રો કેન્ટેન્મેન્ટ વિસ્તારમાં જો તેમની સોસાયટી, ફ્લેટ કે કોમ્પલેક્સનો વિસ્તાર હોય તો તે ઘરના તમામ સભ્યોને આ અંગે માહિતગાર કરવાના રહેશે અને આ સભ્યો દ્વારા સરકારની માઈક્રો કન્ટેઈન્મેન્ટ માટેની ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો