એપશહેર

પરિવાર સાથે સમય વિતાવવા આવેલું NRI કપલ કોરોનાનો ભોગ બન્યું

અમેરિકામાં પરિવારને જલ્દી પાછા આવવાનું વચન આપીને આવ્યા હતા, બે જ દિવસમાં પતિ-પત્નીનો કોરોનાએ જીવ લઈ લીધો.

Authored byYagnesh Bharat Mehta | TNN 11 May 2021, 8:48 am

હાઈલાઈટ્સ:

  • રિપોર્ટ નેગેટિવ હોવાથી બેડની વ્યવસ્થા નહોતી થતી.
  • ભારત આવીને બન્નેએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.
  • અમેરિકાના ટેક્સાસમાં રહે છે કપલનો આખો પરિવાર.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat nri couple
તસવીર- ગૌરાંગ જોશી
સુરત- અમદાવાદના એક ફાઈનાન્સ કન્સલ્ટન્ટ પિયુષ ભટ્ટ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે, તેઓ ભારત ના આવ્યા હોત તો સારુ હતું. અમે ઘણોં પ્રયત્ન કર્યો પરંતુ મામા માટે બેડની વ્યવસ્થા નહોતા કરી શક્યા. ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે પણ ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. ચાર દિવસ સુધી મારા મામા ઓક્સિજન પર હતા.
પિયુષ ભટ્ટ તે લોકોમાંથી એક છે જેમણે ઘણાં ઓછા સમયમાં પરિવારના એક કરતા વધારે સભ્યોને ગુમાવ્યા છે. એપ્રિલ મહિનામાં માત્ર બે જ દિવસમાં પિયુષના એનઆરઆઈ મામા રશ્મિકાંત રાવલ(ઉં.વ. 73) અને મામી સુશિલા(ઉં.વ. 72)એ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા. રશ્મિકાંત હોટલ અને કેટરીંગ ક્ષેત્રમાં કામ કરતા હતા અને હવે તેઓ નિવૃત્ત હતા. 23મી એપ્રિલના રોજ અમદાવાદમાં તેમણે જીવ ગુમાવ્યો અને બીજા જ દિવસે તેમના પત્નીનું પણ અવસાન થયું.

પિયુષ ભટ્ટ જણાવે છે કે, મામીના અંતિમ સંસ્કાર સમયે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ દંપત્તી પોતાના બાળપણના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે ફેબ્રુઆરીમાં ભારત આવ્યુ હતું. વૈશ્વિક મહામારીને કારણે પાછલું આખું વર્ષ તેમણે ટેક્સાસના ઓસ્ટિનમાં આવેલા પોતાના ઘરમાં પસાર કર્યુ હતું. તેમણે અમેરિકામાં પોતાના પૌત્ર-પૌત્રીઓને વચન આપ્યુ હતું કે તેઓ ટુંક સમયમાં પાછા ફરશે.
તંત્રના પોકળ દાવા! બેડ-વેન્ટિલેટર માટે રઝળતાં લોકોની સ્થિતિ ‘જૈસે થે’

27મી ફેબ્રુઆરીના રોજ આ લોકો ભારત આવ્યા હતા ત્યારે તેમણે અમેરિકામાં રસી નહોતી લીધી. ભારતમાં સ્થિતિ ગંભીર બની તો અમદાવાદમાં તેમણે રસીનો પહેલો ડોઝ લીધો. 16મી એપ્રિલના રોજ સુશિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 19મી એપ્રિલના રોજ તેમના પતિને પણ લક્ષણો અનુભવવા લાગ્યા. પરંતુ ત્રણ ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઘણાં દિવસો સુધી તેઓ હોસ્પિટલમાં પોતાના માટે બેડ શોધતા રહ્યા પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. તેમનો દીકરો રાકેશ જણાવે છે કે, લગભગ 12 કલાકની જહેમત પછી મારા માતાને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મારા પિતાનો રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં બેડ જ નહોતો મળતો. તેમના સીટી-સ્કેનમાં ખબર પડતી હતી કે તેમની છાતીમાં ઈન્ફેક્શન છે.
ચાઈનીઝ ઓક્સિમીટરના ખોટા રીડિંગથી લોકો ગભરાયા, કોરોના ટેસ્ટ માટે દોડે છે

રશ્મિકાંત મૂળ સાબરકાંઠાના છે અને રાકેશ સાથે ટેક્સાસમાં વસવાટ કરતા હતા. પરિવાર પાસે પોતાની માલિકીનું પેટ્રોલ પંપ છે, રેસ્ટોરન્ટ છે અને અમુક દુકાનો છે, જેને વર્તમાનમાં ભાડે આપવામાં આવી છે.
લેખક વિશે
Yagnesh Bharat Mehta
Yagnesh Mehta is principal correspondent at The Times of India, Surat and reports on crime, politics and health related issues. He has reported on major events that affected Surat in recent years, like the floods in 2006 and bird flu outbreak in Navapur in 2005. He has also covered child labour issues in industries of Surat and on RTI. Painting and rock-climbing are his favourite leisure activities.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો