એપશહેર

અ'વાદઃ એસ.જી રોડ પર શો-રૂમના પાર્કિંગમાંથી નવી નક્કોર હોન્ડા સિટી લઈને ગઠીયો ફરાર

I am Gujarat 10 Nov 2020, 9:32 am
અમદાવાદઃ શહેરના એસ.જી હાઈવે પર આવેલા કારના શો-રૂમમાં પાર્કિંગમાં પડેલી ડિલિવરી માટેની નવી નક્કોર હોન્ડા સિટી લઈને શખ્સ ફરાર થઈ ગયો હતો. સફારી કારમાં આવેલા આ શખ્સો કાર ચોરી જતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને કંપની તરફથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને શોધવાનો પ્રયાસ શરૂ કરાયો છે.
I am Gujarat car stolen


પોલીસ તરફથી મળતી માહિતી મજુબ, સરખેજની હયાત રેસિડેન્સી ખાતે રહેતા 31 વર્ષના હારૂન જહાંગીરબેગ મિર્ઝા છેલ્લા છ વર્ષથી એસ.જી રોડ, ગુરુદ્વારા નજીક આવેલા લેન્ડમાર્ક હોન્ડા નામના કાર શો રૂમમાં ઈ.ડી.પી તરીકે ફરજ બજાવે છે. 3 નવેમ્બરના રોજ સલીમ પઠાણ નામના ગ્રાહકને સફેદ કલરની એક હોન્ડા સિટી ડિલીવર કરવાની હતી. આથી 2 નવેમ્બરે બપોરના સમયે કારને ગોડાઉનથી લાવીને વોશિંગ કરાવી હતી. બીજા દિવસે પેમેન્ટ ક્લીયર ન થવા પર કારની ડિલીવરી કેન્સલ થઈ ગઈ હતી. એવામાં કારને ક્લિનિંગ એરિયામાં સિક્યુરિટી કેબિન પાછળ રખાઈ હતી. કારમાં ચાવી પણ અંદર રખાઈ હતી.

જોકે 6 નવેમ્બરના રોજ ગ્રાહકનું પેમેન્ટ મળી જતા ડિલીવરી આપવાની હોવાથી બપોરના સમયે સિનિયર એક્ઝિક્યુટિવને કાર તૈયાર રાખવા માટે કહેવાયું હતું. તેઓ કાર લેવા તો ગયા પરંતુ તેમને મળી નહીં. સ્ટાફના સભ્યોએ બેઝમેન્ટ, સ્ટોક વિભાગ સહિતના સ્થળોએ કારની શોધખોળ કરી છતાં તે ન મળી. આથી તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં 5મી નવેમ્બરે બપોરના સમેય ગુરુદ્વારા તરફથી એક સફેદ સફારી કાર આવીને ઊભી હતી. તેમાં ડ્રાઈવર સીટ પરથી ઉતરીને એક શખ્સ કાર પાસે આવ્યો અને કારને ચાલુ કરીને થલતેજ ચાર રસ્તા તરફ જતો રહ્યો. આ બાદ અન્ય એક વ્યક્તિ સફારી કારમાં બેઠો અને તે પણ કાર લઈને જતો રહ્યો.

સમગ્ર ઘટના સામે આવતા હારૂન મિર્ઝાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ આપવાની સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો