એપશહેર

મંદી અને પેટ્રોલના વધેલા ભાવની અસર: દશેરા પર 1900 કાર અને 5500 ટુ-વ્હીલર વેચાયા

દશેરા પર વાહનોની ધૂમ ખરીદી થતી હોય છે. આ વખતે દશેરા પર ગુજરાતમાં 19,500 ટુ-વ્હીલર અને 6800 કારનું વેચાણ થયું હતું.

I am Gujarat 16 Oct 2021, 7:44 am

હાઈલાઈટ્સ:

  • દશેરાના દિવસે અમદાવાદમાં 1900 કાર અને 5500 ટુ-વ્હીલરનું વેચાણ થયું
  • પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવના કારણે આ વર્ષે દશેરાએ વાહનોનું 10 ટકા ઓછું વેચાણ થયું
  • ગયા વર્ષે દશેરા પર અમદાવાદમાં 2 હજારથી વધુ કાર અને 6 હજારથી વધુ ટુ-વ્હીલર વેચાયા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat car
તસવીર સૌજન્યઃ TOI
અમદાવાદઃ દશેરાના દિવસે વાહનોની ખરીદી વધારે પ્રમાણમાં થતી હોય છે. આ વખતે શુક્રવારે, દશેરાના દિવસે અમદાવાદમાં 1900 કાર અને 5500 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે સમગ્ર ગુજરાતમાં 19,500 ટુ-વ્હીલર અને 6800 કારની ડિલિવરી થઈ હતી. આ વખતે સારા પ્રમાણમાં વાહનોનું વેચાણ થતાં કાર અને ટુ-વ્હીલરના ડીલર્સ પણ ખુશ થઈ ગયા હતા. કોરોના બાદની મંદી અને પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવના કારણે ગત દશેરાની સરખામણીમાં આ વર્ષે વાહનોનું વેચાણ 10 ટકા ઘટ્યુ હોવાનું ઓટોમોબાઈલના ડીલર્સે જણાવ્યું હતું.
વેરાવળઃ ડાઈનીંગ હોલનું બોર્ડ અગાશી પર ચઢાવતી વખતે વીજ લાઈનને અડી જતાં કરંટ લાગતા 3નાં મોત
દશેરના દિવસે રાજ્યભરમાં થયેલા વાહનોના વેચાણ અંગે વાત કરતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના (FADA) ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું હતું કે, 'કોરોના બાદ ધીમે-ધીમે વેપાર-ધંધા પાટા પર ચડી રહ્યા છે, જે એક સારી બાબત છે. દશેરાના શુભ મુહૂર્તમાં અમદાવાદ અને રાજ્યભરમાં સારા પ્રમાણમાં વાહનોની ખરીદી થઈ હતી. જો કે, મંદીનો માર, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ, કેટલીક કોલેજો બંધ તેમજ ઘણી કંપનીઓએ હજી પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું હોવાના કારણે ડીલરને આશા હતી એટલું વેચાણ થયું નથી. ગયા વર્ષે દશેરાએ જે વેચાણ થયું હતું, તેના કરતા ચાલુ વર્ષે વેચાણમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે 2 હજારથી વધુ કાર અને 6 હજારથી વધુ ટુ-વ્હીલર વેચાયા હતા'.

અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર, ડ્રાઈવર ઈજાગ્રસ્ત
નવરાત્રીની શરૂઆત થઈ ત્યારથી જ દશેરા માટેનું બુકિંગ શરુ થઈ ગયું હતું. દશેરા પર ડીલર્સે ખાસ ઓફર પણ રાખી હતી. પ્રણવ શાહે જણાવ્યું હતું કે, 'નાની અને બેઝિકથી લઈને લોકોએ લક્ઝુરિયસ અને હાઈ એન્ડ કાર ખરીદી હતી. અમદાવાદમાં સારા પ્રમાણમાં લક્ઝુરિયસ કારની ખરીદી થઈ હતી. માત્ર કાર અને ટુ-વ્હીલર જ નહીં પરંતુ રાજ્યમાં ખેડૂતોએ ટ્રેક્ટર અને મોટા કોન્ટ્રાક્ટરોએ JCB, ટ્રક, ડમ્પર તેમજ અન્ય મોટા વાહનોની ખરીદી પણ કરી હતી. જેના કારણે ડીલર્સ દશેરા પર વ્યસ્ત રહ્યા હતા'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો