એપશહેર

'મોટા સાહેબે ના પાડી છે, મહામારીમાં કેટલા મર્યા એ આંકડો આપવાનો નથી'

Covid Death tall in Ahmedabad: શહેરમાં કોરોનાથી કેટલા મર્યા તેના સાચા આંકડા ન આપવા પડે માટે કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું કે ઉપરથી આદેશ હતો કે આવા આંકડા જાહેર કરવાથી લોકોમાં ખોટો ભય ફેલાય છે અને તેનાથી કોઈ જાહેર હિત થતું નથી માટે ન આપવા. જોકે માહિતી કમિશનરના આકરા વલણથી અંતે જાહેર કરવામાં આવ્યા.

Authored byPaul John | Edited byMitesh Purohit | TNN 24 May 2022, 8:49 am
અમદાવાદ: "મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation)ટોચના અધિકારીઓ તરફથી મૌખિક આદેશો હતા કે મહામારીની બીજી લહેર (Second wave of Pandemic in Ahmedabad)માં કેટલા મૃત્યુ થયા તેના આંકડા જાહેર કરવાથી નાગરિકોમાં ભય ફેલાઈ શકે છે અને આવી માહિતી નાગરિકોને આપવાનું અટકાવવું જોઈએ." 13 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીનો આ જવાબ હતો, જ્યારે અમદાવાદ શહેરમાં કુલ જન્મ અને મરણની (Birth and Death Figure in Ahmedabad) સંખ્યા અંગે નાગરિક દ્વારા માગવામાં આવેલી માહિતી નકારવા બદલ રાજ્ય માહિતી આયોગ (State Information Commissioner) દ્વારા તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી.
I am Gujarat amc
અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી જન્મ મૃત્યુના આંકડા આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ સ્પષ્ટ છે કોરોનાથી કેટલા મોત થયા તેનો સાચો આંકડો બહાર ન આવે.

Data Entry Fraud in Gujarat: નડિયાદમાં કંપની બનાવી ડેટા એન્ટ્રીના નામે ₹150 કરોડની ઠગાઈ કરનારો ઝડપાયો
લગભગ દોઢ વર્ષ સુધી અને અમદાવાદના ઈતિહાસમાં કદાચ પહેલીવાર, નાગરિકોને તેમના શહેરમાં મૃત્યુ અને જન્મની કુલ સંખ્યા જેવી પ્રાથમિક માહિતી મેળવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો હતો કે આ માહિતીને RTI એક્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે તે "થર્ડ પાર્ટી" માહિતી છે, "ખાનગી" છે અને "ખૂબ જ વધારે છે" તેમજ તેનું જાહેર હિત સાથે કોઈ લેવા દેવા નથી.

રાજ્યના માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુએ નાયબ આરોગ્ય અધિકારી દિવ્યાંગ ઓઝાને શા માટે દંડ ન કરવો જોઈએ તે અંગે કારણ બતાવો નોટિસ આપ્યા પછી જ આ વર્ષે 11 એપ્રિલે કાલુપુરના રહેવાસી પંકજ ભટ્ટને માસિક આધારે જન્મ-મરણનો ડેટા આપવામાં આવ્યો હતો. અધ્વર્યુએ તેના 10 મેના અંતિમ આદેશમાં નોંધ્યું હતું કે ભટ્ટની અરજી "જાહેર હિત"ની હતી અને તે "જન્મ અને મૃત્યુના આંકડા નાગરિકોના સ્વાસ્થ્યની સ્થિતિનું પ્રતિબિંબ છે અને તેને જાહેર ક્ષેત્રમાં મૂકવા જોઈએ."
IAS અધિકારી કે. રાજેશની નકલી બિલ બનાવી લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBIના અધિકારીઓ પણ ચોંક્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માહિતીમાં બહાર આવ્યું છે કે મે 2021 માં જ્યારે અમદાવાદમાં કોવિડ કેસની બીજી લહેર ફાટી નીકળી, ત્યારે કોર્પોરેશને 21,187 મૃત્યુ નોંધ્યા હતા, જે શહેરમાં એક મહિનામાં સૌથી વધુ મૃત્યુ કેસ છે. જાન્યુઆરી 2020 થી મે 2021 સુધી અમદાવાદમાં જન્મોની માસિક સરેરાશ સંખ્યા, જે 5,400 થી 6,500 ની વચ્ચે હતી, તે જૂન 2021 માં ઘટીને 2,638 થઈ ગઈ હતી. જે પાછલા નવથી 12 મહિનામાં પરિવારો પર કોવિડની અસર દર્શાવે છે. જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 ની કલમ 19 હેઠળ, રજિસ્ટ્રરે વાર્ષિક મૃત્યુ અને જન્મના આંકડા જાહેર ડોમેનમાં મૂકવા આવશ્યક છે. જોકે માહિતી ન આપવા અને 'ઉપરથી ઓર્ડર' હોવાનો દાવો કરતા ઓઝાના જવાબ પછી, અધ્વર્યુએ તેમને દંડ કર્યો ન હતો.
લેખક વિશે
Paul John
Paul John is special correspondent at The Times of India, Ahmedabad and reports on urban infrastructure, RTI and taxation related issues. His enjoys doing human interest stories and going to rural areas and reporting on issues affecting people there.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો