એપશહેર

ઈન્ટરનલી 20માંથી 20 માર્ક મેળવનારા 12000 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ફેલ થયા

ધોરણ-10માં ખોટી રીતે ઈન્ટરનલી 20માંથી 20 માર્કસ આપીને ગેરરીતિ આચરી હોવાનો ઘટસ્ફોટ, ગુજરાતની 1186 સ્કૂલોનું બોર્ડ પરીક્ષામાં ઈન્ટરનલ માર્કસ કૌભાંડ.

Agencies 6 Nov 2020, 11:50 am
ગાંધીનગર: સ્કુલો દ્વારા ઈન્ટરનલ 20માંથી 20 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. જેથી બોર્ડે આવી શાળાઓ સામે લાલ આંખ કરી તમામ ડીઈઓને તપાસના આદેશ આપ્યા છે. બોર્ડની તપાસ મુજબ 1186 સ્કૂલોના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને સ્કૂલમાંથી આંતરિક 20માંથી 20 ગુણ આપવામાં આવ્યા છે પરંતુ બોર્ડની પરીક્ષામાં તેઓ ફેલ થયા છે. એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓ 80માંથી પુરા 5 માર્કસ પણ જે તે વિષયમાં મેળવી શક્યા નથી.
I am Gujarat 4
પ્રતિકાત્મક તસવીર


1186 સ્કૂલોમાં ઈન્ટરનલ માર્ક કૌભાંડ
જણાવી દઈએ કે, ગુજરાત શિક્ષણ બોર્ડના 2018ના નવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ 2019થી ધો.10માં ઈન્ટરનલ માર્ક 30ને બદલે 20 કરી દેવાયા છે. જેમાં સ્કૂલે 5 માર્ક પહેલી પરીક્ષા, 5 માર્ક બીજી પરીક્ષા, 5 માર્ક હોમવર્ક અને 5 માર્ક પ્રોજેક્ટ વર્ક મળી કુલ 20માંથી વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યા બાદ મેળવેલ માર્કસ બોર્ડને મોકલવાના હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યની 1186 જેટલી સ્કૂલે એવી છે, જેમાં વિદ્યાર્થીઓને 20માંથી 20 ઈન્ટરનલ માર્કસ આપી ખોટી રીતે પાસ કરી ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ આચર્યુ છે. આ સ્કુલો સામે આગામી સમમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ધોરણ-10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા બે મહિના મોડી યોજાશે

ડીઈઓને તપાસના આદેશ આપ્યા
ઈન્ટરનલ માર્કનું કારસ્તાન સામ આવતા ગુજરાત બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલોએ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મુલ્યાંકન કરી માર્કસ આપવાના હતા, પરંતુ સ્કૂલોએ ખોટી રીતે ઈન્ટરનલમાં 20માંથી 20 માર્કસ આપી બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. જેથી બોર્ડે દરેક ડીઈઓને પોતાના જિલ્લાની સ્કૂલોની યાદી મોકલી છે. જેમાં ડીઈઓએ દરેક સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈને મુલ્યાંકનની તપાસ કરશે, અને બાદમાં તેનો રિપોર્ટ બોર્ડનો સોંપશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો