એપશહેર

અ'વાદ: કોરોનાની ગંભીર હાલતવાળા દર્દીઓની સંખ્યા વધી, 11 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

શહેરમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 800 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

Nav Gujarat Samay 1 Oct 2020, 8:27 am
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ છતાં યુવા વર્ગની બેદરકારી તેમના વૃદ્ધ પરિવારજનોને ભારે પડી રગી છે. પરિણામે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર હાલતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.
I am Gujarat amd


હાલમાં જ રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ પશ્ચિમ અમદાવાદમાં 28 જેટલી જગ્યાઓ પર રાતના 10 વાગ્યા બાદ ખાણી-પીણીની દુકાનો બંધ કરવાનો આકરો નિર્ણય લીધો હતો. જેથી મોડી રાત સુધી બહાર બેસી રહેતા યુવાવર્ગના લોકોની સંખ્યા ઘટે. મ્યુનિ.ના સૂત્રો મુજબ, છેલ્લા એક મહિનાતી કોરોનાની અસર વધી છે અને તેની અસર હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંખ્યા અને હાલત ઉપર જોવા મળી રહી છે.

ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો જનરલ વોર્ડમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 628 છે જ્યારે HUDમાં સારવાર લેતા દર્દીની સંખ્યા 517, વેન્ટીલેટર વગર આઈસીયુમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 238 અને વેન્ટીલેટરની જરૂર હોય તેવા દર્દીઓની સંખ્યા 128 નોંધાઈ છે. તે જોતા ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સંખ્યા 800થી વધુ હોવાનું મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યું હતું.

AMCના સૂત્રો મુજબ, સિવિલ હોસ્પિટલ, સિવિલ સંકુલની હોસ્પિટલો, સોલા સિવિલ તથા એસવીપી વગેરે હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની હાલત વધુ ગંભીર છે. પરંતુ ચોક્કસ કારણોસર તેમની સંખ્યા જાહેર કરવામાં આવતી નથી. જોકે શહેરમાં મહામારીને રોકવા માટે દુકાનો તથા બજારો બંધ કરવાની કાર્યવાહીના બે-ત્રણ દિવસમાં જ નવા કેસ આવવાની સંખ્યા ઓછી થઈ હોય તેમ મ્યુનિ.ના સૂત્રોએ દાવો કર્યો હતો.

શહેરમાં 11 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો