એપશહેર

કોઈપણ જાતની સ્પષ્ટતા વગરના પ્લાસ્ટિક બેનથી વેપારીઓ અને ઉદ્યોગકારો મુંઝાયા

Mitesh Purohit | TNN 7 Oct 2019, 9:10 am
નિયતી પરિખ, અમદાવાદઃ વડાપ્રધાને ગાંધી જયંતીના દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધની ઝુંબેશ શરુ કરી અને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની તેમની જાહેરાત સાથે આવા પ્લાસ્ટિકના નિર્માતા અને ટ્રેડર્સને કોઈ પ્રકારની રાહત આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેમ જ આ સાથે જ સરકાર પાસે કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન નથી કે કેવા પ્રકારના પ્લાસ્ટિનો ઉપયોગ કરવામાં દેવામાં આવશે અને કેવા પ્રકારના નહીં. તેમાં પણ ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જ્યાં આવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પાયે થાય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રાજ્યના પ્લાસ્ટિક ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર્સે કહ્યું કે, ‘રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ખાસ ગાઇડ લાઇન જાહેર ન કરવામાં આવી હોવાથી તેમને પોતાનો વેપાર હાલ પુરતો સ્થગિત કરવો પડે તેવી ભીતિ લાગી રહી છે. જે માટે ગુજરાતમાં વેપાર-ઉદ્યોગની ટોચની બોડી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરુવારે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી.’આ પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ‘હાલ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધમાં કોઈ ચોક્કસ ગાઇડ લાઈન ન હોવાથી દરેક સ્થાનિક તંત્ર દ્વારા પોતપોતાના અધિકાર ક્ષેત્રમાં જુદી જુદી પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદ્યા છે. તેમજ અધિકારીઓ પણ આ નિયમોનું પોતપોતાની રીતે અર્થઘટન કરતા હોવાથી અનેક વેપારીઓ અને ઉત્પાદકોની ખોટી રીતે પણ કનડગત થઈ રહી છે.’તેમજ આ પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે જ્યાં સુધી કોઈ સ્પષ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ એક્શન આવા વેપારીઓ અને ઉત્પાદકો સામે લેવામાં ન આવે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મુકવા સાથે સૌથી વધુ અસર થઈ હોય તો તે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને છે. જેમાં રેસ્ટોરન્ટ, કાફે, બેકરી, ઇટરીઝ, ફરસાણ અને મીઠાઈની દુકાન જ્યાં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધુ થતો હતો.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીએ કહ્યું કે, ‘હાલ કોઈ સ્પસ્ટતા જ નથી કે કઈ પ્રોડક્ટ પર પ્રતિબંધ છે અને કઈ પ્રોડક્ટ ઉપયોગમાં લઈ શકાય છે. અમે કેટલાક વેન્ડર્સ સાથે વાત પણ કરી જેઓ પ્લાસ્ટિકના બદલે પેકેજિંગ માટે બીજા ઓપ્શન ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે. જોકે હાલ આ આઈટમ્સ તેના ભાવ અને મોટા જથ્થા તરીકે પોષાય તેમ નથી.’વેપારીઓ અને ઉત્પાદકોનું સ્પષ્ટપણે કહેવું છે કે પ્લાસ્ટિક પ્રતિબંધ સારો નિર્ણય હોવા છતા તેટલાથી પૂરું થતું નથી. સરકારે જો ખરા અર્થમાં કોઈ પર્યાવરણવાદી પગલું ભરવું હોય તો પ્લાસ્ટિકના અલ્ટરનેટિવમાં શું ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ જેમ કે ફૂડ પેકેજિંગ અને કોલ્ડ કે હોટ ડ્રિંક્સને પિરસવા માટે જો પ્લાસ્ટિક નહીં તો શું ઉપયોગમાં લઈ શકાય. હાલ આપણી પાસે પ્લાસ્ટિક જેવો લીકપ્રુફ અને ગરમી સહન કરી શકે તેવો બીજો કોઈ ઓપ્શન છે નહીં.Video: જુનાગઢ પાસે રસ્તા પરનો પુલ ધરાશાયી, 3 કાર ફસાઈ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો