એપશહેર

રિવરફ્રંટથી SoU વચ્ચે 31 ઓક્ટોબરે પીએમ મોદી શરુ કરાવશે સીપ્લેન સેવા!

સરદાર જયંતિ પર પીએમ મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન બહુચર્ચિત સીપ્લેન સેવા શરુ કરાવે તેવી શક્યતા

I am Gujarat 29 Aug 2020, 1:31 pm
અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે બહુચર્ચિત સીપ્લેન સેવા 31 ઓક્ટોબરથી શરુ થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પીએમ મોદી આ સેવાનો પ્રારંભ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં પીએમ મોદીએ જ સાબરમતી રિવરફ્રંટથી સીપ્લેનમાં ઉડાન ભરી હતી, અને તેઓ
I am Gujarat sea plane
પીએમ મોદીએ 2017માં સાબરમતી રિવરફ્રંટ પરથી સીપ્લેનમાં ઉડાન ભરી હતી, અને તેમનું પ્લેન ધરોઈ ડેમમાં લેન્ડ થયું હતું


અમદાવાદથી રાજ્યના શેત્રુંજય અને ધરોઈ ડેમમાં પણ સીપ્લેન ઉતારવા માટે કવાયત શરુ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, પીએમ મોદી આ વર્ષે સરદાર જયંતિએ રાજ્યની મુલાકાતે આવી શકે છે, અને આ મુલાકાત દરમિયાન જ તેઓ સીપ્લેન સર્વિસનો પ્રારંભ કરાવી શકે છે. જો કે આ મામલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદથી સરદાર સરોવર (SoU), ધરોઈ ડેમ (મહેસાણા) અને શેત્રુંજય ડેમ (પાલિતાણા) વચ્ચે સીપ્લેન શરુ કરવા માટેની ચર્ચા છેક 2017ની વિધાનસભા ચૂંટણીથી ચાલી રહી છે. દેશમાં ઉડાન યોજના હેઠળ જે 14 વોટર એરોડ્રોમ્સ બનાવવાનું આયોજન કરાયું છે, તેમાં ગુજરાતના આ ચાર સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એક સમયે તો સીપ્લેન સર્વિસ માટે બિડિંગ પ્રોસેસ પણ શરુ કરી દેવામાં આવી હતી, અને ત્રણ પાર્ટીઓએ તેમાં રસ પણ દાખવ્યો હતો. પ્રાથમિક અભ્યાસ અનુસાર, સીપ્લેન સર્વિસ માટે અરાઈવલ-ડિપાર્ચર એરિયા ઉપરાંત જેટી તૈયાર કરવા અને અન્ય કામો માટે 15 કરોડનો ખર્ચ થવાની શક્યતા હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સીપ્લેન સર્વિસ માટે 7-9 સીટર ટ્વીન એન્જિન વિમાન ઉપયોગમાં લેવામાં આવી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેના માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા સહિતની કામગીરી કરશે, અને સંભવીત લોકેશન્સનો ફિઝિબિલિટી રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો