એપશહેર

મોરબીમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે PM મોદી

PM Narendra Modi To inaugurate 108 feet Hanuman Statue in Gujarat:પીએમ નરેન્દ્ર મોદી શનિવારે શ્રી હનુમાન જન્મોત્સવના પ્રસંગે ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરશે. આ પ્રતિમા બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ કરવામાં આવી છે. હનુમાનજીની મૂર્તિની કુલ ઉંચાઈ 130 ફૂટ છે, જેમાં પગથી મસ્તક સુધીની ઉંચાઇ 108 ફૂટ છે.

Curated byMitesh Purohit | I am Gujarat 16 Apr 2022, 10:55 am

હાઈલાઈટ્સ:

દેશની ચાર દિશમાં હનુમાનજીની ચાર મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર હોય તેમ અલગ અલગ દિશમાં પ્રતિમાઓ બનાવવામાં આવી છે.

પહેલી મૂર્તિ ઉત્તર દિશામાં શિમલામાં 2010માં સ્થાપિત કરવામાં આવી છે. હવે દેશની પશ્ચિમ દિશામાં ગુજરાતમાં આવી પ્રતિમા સ્થાપિત થઈ રહી છે.

તો દેશની દક્ષિણ દિશામાં રામેશ્વરમાં એવી જ વિશાળ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.
હાઈલાઈટ ટેક્સ્ટ

મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું આવતીકાલે હનુમાન જયંતિના પાવન દિવસે અનાવરણ કરવામાં આવશે. મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ખોખરા હનુમાનજી ધામ ખાતે કરોડોના ખર્ચે 108 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગત 11 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન કરશે તેમજ સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે. પશ્ચિમ દિશાની આ મૂર્તિ મોરબીમાં બાપૂ કેશવાનંદના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. પહેલી મૂર્તિ ઉત્તર દિશામાં શિમલામાં 2010માં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે, દક્ષિણ દિશામાં રામેશ્વરમાં એવી જ મૂર્તિ સ્થાપિત કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.

અનાવરણમાં મુખ્યમંત્રી સહિત અનેક લોકો હાજર રહેશે

મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે તારીખ 16ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે.આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો સમાપન અવસરે હાજરી આપશે.

હનુમાનજીની મૂર્તિની શું છે વિશેષતા ?
હનુમાનજીની મૂર્તિની કુલ ઉંચાઈ 130 ફૂટ છે, જેમાં પગથી મસ્તક સુધીની ઉંચાઇ 108 ફૂટ છે. આ મૂર્તિના પાયામાં 7 લાખ જેટલી રામનામ લખેલી ચિઠ્ઠીઓ મૂકવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણ માટે 3 વર્ષનો સમય લાગ્યો છે. ત્યારે હવે 3 વર્ષ બાદ આજે 16મીએ હનુમાન જન્મોત્સવના પાવન અવસરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

Read Next Story