એપશહેર

આજે PM મોદી ગુજરાતની મુલાકાતે, ગાંધી મ્યુઝિયમનું કરશે લોકાર્પણ

Yogesh Gajjar | I am Gujarat 29 Sep 2018, 7:00 am
I am Gujarat pm modi visit gujarat and inaugurate mahatma gandhi museum
આજે PM મોદી ગુજરાતની મુલાકાતે, ગાંધી મ્યુઝિયમનું કરશે લોકાર્પણ


PM મોદી ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બરને રવિવારના દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સવારે 10.30 વાગે PM અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. આ બાદ તેઓ આણંદ, અંજાર અને રાજકોટમાં ત્રણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

આણંદમાં અમુલના પ્લાન્ટનું કરશે ઉદધાટન

પ્રધાનમંત્રી મોદી આણંદમાં અમુલના અલ્ટ્રા-મોડર્ન ચોકલેટ પ્લાન્ટ સહિત મોડર્ન ફૂડ પ્રોસેસિંગ ફેસેલિટીનું ઉદધાટન કરવાના છે. ઉપરાંત PM આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને મુજખુવા ગામમાં આવેલી સોલર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદધાટન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમુલના બે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાત મહૂર્ત કરશે. અહીં તેઓ જનસભાને પણ સંબોધશે.

અંજારમાં ખાસ યોજનાનું લોકાર્પણ

આ બાદ પ્રધાનમંત્રી અંજાર ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે. અંજારમાં પ્રધાનમંત્રી મુંદ્રા LNG ટર્મિનલ, અંજાર-મુંદ્રા પાઈપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર-પાલી-બારમેર પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદધાટન કરશે. જે બાદ તેઓ એક જનસભાને સંબોધન કરશે. અંજાર બાદ પ્રધાનમંત્રી રાજકોટ માટે રવાના થશે.

રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ

PM સાંજે 5.25 કલાકે રાજકોટ ખાતે પહોંચશે. અહીં તેઓ રાજકોટમાં આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં તૈયાર કરાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદધાટન કરશે. આ મ્યુઝિયમ દ્વારા ગાંધીવાદી વિચારો, કલ્ચર અને મૂલ્યોને ફેલાવવામાં મદદ મળશે. રાજકોટમાં પ્રધાનમંત્રી 624 ઘરોના હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા 240 લાભાર્થી પરિવારોને ઈ-ગૃહ પ્રવેશ કરાવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો