એપશહેર

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પ્રદીપસિંહે પરીક્ષા રદ્દ થશે કે નહીં તે અંગે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું

Tejas Jinger | I am Gujarat 5 Dec 2019, 1:00 pm
ગાંધીનગર કલેક્ટર ડૉ. કુલદીપ આર્યાને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓની માંગ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. પ્રદીપસિંહે જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓની છે અને તેમના હિતમાં પગલા ભરશે. જોકે, પરીક્ષા રદ કરવાના સવાલ પર પ્રદીપસિંહ મૌન રહ્યા અને તેમણે કહ્યું કે જે લોકોએ ગેરરીતિ કરી છે તેમની સામે કડક પગલા ભરવામાં આવશે. આજે વિરોધનો બીજો દિવસ છે અને એક પછી એક નેતાઓ વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચી રહ્યા છે. વિરોધીઓ પર વાર કરીને પ્રદીપસિંહે કહ્યું કે કેટલાક લોકો વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચ્યી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પ્રદીપસિંહે કહ્યું કે, “રાજ્યમાં ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 3900 કરતા વધુ ક્લાર્કની ભરતી કરવા માટેની આ પરીક્ષા હતી. આ પરીક્ષામાં 6 લાખ કરતા વધારે ઉમેદવારોએ પરીક્ષા માટે બેઠા હતા. આ પરીક્ષાના સંદર્ભમાં જે આગેવાનો દ્વારા કેટલીક ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદનો ચકાસણી હાલ ચાલું છે. જો કોઈ ખામી રહી હશે તો તેની તપાસ કરવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું કે, “જે વિદ્યાર્થીઓને રાત્રે ઠંડીમાં બહાર રહેવું પડ્યું તેનું અમને દુઃખ છે. વિદ્યાર્થીઓની જે શંકા-કુશંકાઓ છે તેનું નિરાકરણ આવે અને દરેક પરીક્ષાર્થી તેમના ઘરે પાછા જાય તેના માટે મુખ્યમંત્રી વિજય રુપાણીની સૂચનાથી વિદ્યાર્થી આગેવાનો મળવા માટેની સામેથી તૈયારી બતાવી છે. પ્રતિનિધિઓ અને સરકારના અધિકારીઓ સાથે મંત્રણા થઈ છે. સાચો પરીક્ષાર્થી દંડાઈ ના જાય અને ખોટા પરીક્ષાર્થીને તેનો લાભ ના મળે તે માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરાઈ છે, સરકારનું મન ખુલ્લું છે.” આ સાથે જરુરી પગલા ભરવા અંગે પણ વાત કરી છે. આગળ તેમણે કહ્યું કે, “હું તમામ પરીક્ષાર્થીને જણાવું છું કે વિદ્યાર્થી પ્રત્યે સરકારની લાગણી, સંવેદના તમારી સાથે છે. અને સરકારની ઉદારતાના કારણે 1 લાખ કરતા વધારે લોકોને સરકારી નોકરી આપવામાં આપણે સફળ રહ્યા છીએ. સરકાર જ્યારે ગુજરાતના યુવાનો માટે પૂરી નીતિથી અને ટેક્નોલોજી સાથે કામ કરી રહી છે, આ પરીક્ષામાં નાની-મોટી ખામી થઈ હશે તો તેના માટે તેમણે જે પ્રમાણે કહ્યું છે તેમ સમાધાન લાવવા માટે તૈયાર છીએ.” પ્રદીપસિંહે એમ પણ કહ્યું કે, “હું પરીક્ષાર્થીઓને અપિલ કરું છું કે આ સરકાર તમારી છે, તમારા હિતોની રક્ષા કરવાવાળી છે અને ઝડપથી તેના પર અમલીકરણ કરાશે એવી હું આપ સૌને ખાતરી આપું છું. જ્યારે સરકાર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહી છે ત્યારે કેટલાક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ વિદ્યાર્થીઓની વચ્ચે તેમના એજન્ટો ફરી રહ્યા છે. રાત્રે પણ પોલીસ એક્સન લેશે તે રીતે ભયનો માહોલ રાજકીય એજન્ટો દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો. પણ સરકારે નક્કી કર્યું છે કે આ વિદ્યાર્થીઓ અમારા છે અને તેમના પર કોઈ અત્યાચાર ના થાય તેની તકેદારી રાત્રે પણ રાખવામાં આવી હતી.”

Read Next Story