એપશહેર

એમ્બ્યુલન્સ સંચાલકોની ઉઘાડી લૂંટ, કોરોના દર્દીને 3KM દૂર હોસ્પિટલ શિફ્ટ કરવાના 11,000 રૂપિયા લીધા

એમ્બ્યુલન્સ સંચાલકો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ, રસીદ માંગવામાં આવે તો કહે છે કે થાય તે કરી લેજો નહીં મળે.

I am Gujarat 1 Oct 2020, 11:56 pm
અમદાવાદઃ કોરોના મહામારીને કારણે વેપાર ધંધા બંધ છે. તેમજ કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં હોસ્પિટલથી લઈને સારવારમાં ઉધાડી લૂંટ ચાલી રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ આક્ષેપ કરી રહ્યો છે કે 3 કિમી દૂર હોસ્પિટલમાં કોરોના દર્દીને શિફ્ટ કરવા માટે ખાનગી એમ્બ્યુલન્સે 11 હજાર રૂપિયા લીધી છે.
I am Gujarat private ambulance service charges rs 3666 per km to shift a coronar patient
એમ્બ્યુલન્સ સંચાલકોની ઉઘાડી લૂંટ, કોરોના દર્દીને 3KM દૂર હોસ્પિટલ શિફ્ટ કરવાના 11,000 રૂપિયા લીધા


વિડીયો વાઈલ થાય બાદ આ અંગે જ્યારે જનકભાઈના પત્ની પૂનમ પાંચાણી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મારા સાસુ ચંપાબહેનને 28 તારીખે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કાકડિયા હોસ્પિટલે તુરંત તેમને કોઠિયા હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કહ્યું.

દર્દીને શિફ્ટ કરવા માટે હોસ્પિટલે ખાનગી એમ્બ્યુલન્સને બોલાવી અને દર્દીને કોઠિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કાકડિયાથી કોઠિયા હોસ્પિટલ સુધીના 3 કિમી સુધીના અંતર માટે એમ્બ્યુલન્સ ચાલકે 11 હજાર રૂપિયા માંગ્યા. આ સાંભળીને પરિવારજનો પણ ચોંકી ગયા. તેમણે કહ્યું કે આટલા બધા રૂપિયા થોડા હોય તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે અમે આટલો ચાર્જ કરીએ છીએ.


પૌત્ર જનકભાઈ તે સમયે દાદીને હોસ્પિટલમાં એડમિટ કરવા ઉતાવણમાં હતા. તેથી તેમણે 11 હજાર રૂપિયા આપ્યા અને તેમની પાસે રિસિપ્ટ માંગી હતી. જેથી ડ્રાઈવરે કહ્યું કે તમારે હોસ્પિટલથી લેવાની રહેશે. આ અંગે બીજા દિવસે જ્યારે કાકડિયા હોસ્પિટલમાં પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે એમ્બ્યુલન્સ અમારી નહોતી અમે તો તમને માત્ર બહારની એમ્બ્યુલન્સ મંગાવી આપી હતી.

ત્યાર બાદ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલક સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ કહ્યું કે અમે કોરોનાના દર્દીઓને કોઈ રિસિપ્ટ આપતા નથી. આ મામલે MLA વલ્લભ કાકડીયાને જાણ કરતા તેઓએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ નથી. તમે તમારી રીતે તેમની સામે કાર્યવાહી કરી શકો છો.

આ રીતે ઊઘાડી લૂંટ જોઈને જનકભાઈ અને તેમની પત્નીએ વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો