એપશહેર

Ahmedabad: શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, OPD અને સર્જરી બે દિવસ બંધ રહેશે, વિશાળ રેલી અને ધરણાંનું પણ આયોજન

'સી' ફોર્મ રિન્યુઅલ મુદ્દે અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ 14 અને 15મી મેના રોજ બંધ રહેશે. આ બે દિવસ દરમિયાન નિયમિત પ્રવેશ, ઓપીડી સેવાઓ, પ્લાન કરેલી સર્જરીની પ્રક્રિયાઓ બંધ રહેશે. 14મી મેના રોજ ધરણાં અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Edited byZakiya Vaniya | TNN 14 May 2022, 8:38 am
અમદાવાદ શહેરની 400થી વધારે ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમની નોંધણી અંગે ફોર્મ સી રિન્યુઅલ ન થયું હોવાના મુદ્દે તારીખ 14મી મે અને 15મી મે એટલે કે આજે અને આવતીકાલના રોજ શહેરની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ બંધ રહેશે. હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં નિયમિત પ્રવેશ, ઓપીડી સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની પ્રક્રિયાઓ બંધ રહેશે.
I am Gujarat ahna
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન દ્વારા થઈ રહ્યો છે વિરોધ.


નોંધનીય છે કે AHNA દ્વારા 14મી મેની સવારે સાડા આઠ વાગ્યે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં તબીબો, હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભચિંતકો મોટી સંખ્યામાં ભાગ લે તેવી શક્યતા છે. આ જાણકારી અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન દ્વારા આપવામાં આવી હતી. AHNA દ્વારા કહેવામાં આવ્યું છે કે, 15મી મેના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા માંગીએ છીએ કે, આટલા અવરોધો હોવા છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ.

ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોની માઠી બેઠીઃ 40,000 બેઠકો ખાલી રહેશે
AHNAની ફરિયાદ છે કે સત્તાધીશો સમક્ષ અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. નોંધનીય છે કે 1949થી 2021 સુધી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 અંતર્ગત હોસ્પિટલોની નોંધણી માટે દસ્તાવેજો પૂરા પાડી રહી છે, અને તેના પગલે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરાઈ છે. ઓક્ટોબર 2021થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ પરવાનગી માંગાની શરુઆત કરી જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

'મારી મોતનું કારણ મહેન્દ્ર પવાર છે...', મેનેજરના ત્રાસથી કંટાળી કર્મચારીનો આપઘાત
ઓક્ટોબર 2021 પહેલા નર્સિંગ હોમ અને હોસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે બીયુ પરવાનગીની જરૂર નહોતી. કોર્પોરેશન યોગ્યતા તેમજ સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા પછી નોંધણી પ્રમાણપત્ર આપી દેતુ હતું. આ પ્રમાણપત્રને સી ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. વિરોધનું એક કારણ એ પણ છે કે, તમામ શહેરોમાં માત્ર અમદાવાદમાં જ આ પ્રકારે બીયુની માંગણી કરવામાં આવે છે અને તે પણ મોડર્ન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ તે લાગુ પડે છે. જો કોઈ રેસ્ટોરાંની મંજૂરી જોઈતી હોય તો ત્યારે બીયુની માંગ કરવામાં નથી આવતી.

Read Next Story