એપશહેર

પ્રાઈવેટ સ્કૂલે ફીમાં તોતિંગ વધારો થઈ શકે, કમિટિએ 50 ટકા વધારવાની વિચારણા શરૂ કરી

અમદાવાદની પ્રાઈવેટ સ્કૂલોમાં હવે ફીમાં વધારો જોવા મળી શકે છે. અહીંના ડિફરન્સની વાત કરીએ તો એ પણ હજારોમાં થાય છે. એટલું જ નહીં પ્રાઈમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી જનરલ અને હાયર સેકન્ડરી સાયન્સમાં ફીની અંદર વધારો થવાની ધારણા જોવા મળી રહી છે. મિનિમમ સ્કૂલ ફીમાં સરકારી કમિટિએ 50 ટકા સુધીની વૃદ્ધિ માટે અરજી કરી છે. જેને લઈને હજુ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવશે.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 24 Nov 2023, 3:12 pm
અમદાવાદઃ સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કમિટિએ પ્રાઈવેટ સ્કૂલ માટે મિનિમમ ફી લિમિટ હોય તેના અંગે વિચારણા કરી રહી છે. અત્યારની જે ફી રેન્જ છે તેમા 50 ટકા વધારો કરવા માટે ચર્ચા શરૂ કરી છે. અત્યારે પ્રાઈવેટ સ્કૂલ 15થી 30 હજારના બ્રેકેટ વચ્ચે ઓપરેટ થાય છે. જો આ ફેરફાર લાગુ થયા તો આમાં 50 ટકાનો વધારો પણ જોવા મળી શકે છે. એટલે કે એમાં 22 હજાર 500થી 45 હજાર રૂપિયા સુધી આંકડો પહોંચી જાય એમ લાગી રહ્યું છે. જોકે આમાં એ પણ સજેશન આપવામાં આવ્યું હતું કે 7 ટકા વાર્ષિક વધારો થવો જોઈએ.
I am Gujarat file pic
ફાઈલ ફોટો


પ્રાઈમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલે ફીમાં વધારો થવાના સ્ટ્રક્ચર પણ અલગ અલગ જોવા મળી શકે છે. નવા સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્કૂલો મિનિમમ 22 હજાર 500 સુધી ચાર્જ કરી શકશે. આની સાથે જ હાયર સેકન્ડરીની 25થી વધીને 37 હજારને પાર જતી રહી છે. તો બીજી બાજુ કેટલાક સ્થળે 30થી વધીને 45 હજારને પાર પહોંચી ગઈ છે.

ચલો આપણે કોષ્ઠક પરથી નજર કરીએ કેવી રીતે ફેરફારો થયા છે.
પ્રાઈમરી એજ્યુકેશન લેવલની વાત કરીએ તો અત્યારે જે 15 હજાર હતી તે વધીને 22 હજાર 500થઈ ગઈ છે. એમાં 7 હજાર 500 સુધીનો ડિફરન્સ જોવા મળ્યો છે. બીજી બાજુ સેકન્ડરીમાં જે 20 હજાર હતી તે વધીને 30 હજાર થઈ ગઈ છે અને ડિફરન્સ 10 હજારનો જોવા મળ્યો છે.

તેવામાં હાયર સેકેન્ડરી જનરલની વાત કરીએ તો એમાં 25 હજાર તો હતી પરંતુ તે વધીને 37 હજાર થઈ ગઈ છે. જ્યારે ડિફરન્સની વાત કરીએ તો 12 હજાર 500 રૂપિયાનો જોવા મળ્યો છે. હાયર સેકન્ડરી સાયન્સમાં 30 હજાર અત્યારે છે જે ફી વધીને 45 હજારને પાર પહોંચી ગઈ છે. અત્યારે ડિફરન્સની વાત કરીએ તો 15 હજાર સુધીનો આવ્યો છે.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story