એપશહેર

અમદાવાદ: સરખેજના ટપોરી મુશીર-કાલુ ગરદન વચ્ચનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો!

કુખ્યાત કાલુ ગરદન અને મુશીર ઉર્ફે બચ્ચાની વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. તેમાં બંને ટપોરીઓ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત નદીમ સૈયદની હત્યામાં વપરાયેલા વેપન વિશે પણ કાલુએ વટાણા વેરી નાખ્યા છે. તેમજ આખા જુહાપુરાને ખરાબ કરવાના મુશીરનો મહત્વનો રોલ હોવાનું પણ કહી રહ્યો છે. એકબીજાને હરામની ઔલાદ કરીને અશ્લીલ ભાષા બોલી રહ્યો હોવાથી જુહાપુરામાં નજીકના દિવસોમાં ખુનની હોળી ખેલાઈ શકે છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 6 Jul 2022, 4:50 pm
અમદાવાદ: RTI એક્ટિવિસ્ટ નદીમ સૈયદ હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને જુહાપુરાના એક સમયના જીગરજાન મિત્રો મુશીર અને કાલુ ગરદન વચ્ચે ગેંગવોર હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં બંને એકબીજાને અત્યંત અશ્લીલ ભાષામાં સંબોધતા જણાઈ રહ્યા છે. આમ એક વખતના ખાસ મિત્રો મુશીર અને કાલુ ગરદન સાથે કોઈક કારણોસર ચાલી રહેલો ઝઘડો હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
I am Gujarat Ahmedabad Crime News
કાલુ ગરદન ફાઈલ તસવીર


જુહાપુરામાં ખેલાશે ખુનની હોળી!
મીડિયા રિપોર્ટ અનુસાર કુખ્યાત કાલુ ગરદન અને મુશીર ઉર્ફે બચ્ચાની વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. તેમાં બંને ટપોરીઓ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત નદીમ સૈયદની હત્યામાં વપરાયેલા વેપન વિશે પણ કાલુએ વટાણા વેરી નાખ્યા છે. તેમજ આખા જુહાપુરાને ખરાબ કરવાના મુશીરનો મહત્વનો રોલ હોવાનું પણ કહી રહ્યો છે. એકબીજાને હરામની ઔલાદ કરીને અશ્લીલ ભાષા બોલી રહ્યો હોવાથી જુહાપુરામાં નજીકના દિવસોમાં ખુનની હોળી ખેલાય તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કથિત ઓડિયો ક્લિપમાં મુશીર અને કાલુ ગરદન એકબીજાને સુવર તેમજ ટોમી પણ કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંનેને નદીમ સૈયદની હત્યાના કેસમાં કોર્ટ દ્વારા નિર્દોષ દાહેર કરવામાં આવ્યા હતા. હાલ મુશીરે સુલ્તાન અને કાલુ ગરદન સાથે ઝઘડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે એક વખતના ત્રણેય મિત્રો એકબીજાના દુશ્મન બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જુહાપુરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ નદીમ સૈયદની હત્યા કેસમાં મુશીર ઉર્ફે બચ્ચના અને ગરદને કરી હોવાનો આરોપ મૂકાયો હતો.

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન 29 જેટલા ગુનામાં સામેલ રહી ચૂક્યો છે. કાલુ ગરદન પર 4 વખત પાસા અને એક વખત તડીપાર અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. કાલુ ગરદન હાલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ રહી ચૂક્યો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story