એપશહેર

સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટાં

Edited byTejas Jinger | I am Gujarat 30 Sep 2019, 8:22 am
અમદાવાદાઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વરસાદ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી ટાણે ખેલૈયાઓ મેઘરાજાને ખમૈયા કરી રહ્યા છે ત્યારે હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આજે સવારે અમદાવાદના પાલડી, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાડજ, અખબારનગર, ગોતા, એસજી હાઈવે, રાણીપ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, નિકોલ, સીટીએમ, યુનિવર્સિટી, આશ્રમ રોડ સહિત શહેરમાં વરસાદી ઝાપટું નોંધાયું છે. આ સાથે સવારમાં ગાંધીનગરમાં પણ તોફાની ઝાપટું પડ્યું હતું.આગામી દિવસોની વાત કરીએ તો અમદાવાદમાં આખા અઠવાડિયા દરમિયાન એટલે કે આગામી ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં આજે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી ટાણે થઈ રહેલા વરસાદના લીધે ખેલૈયાઓની સાથે આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે.

Read Next Story