એપશહેર

અ'વાદ: ધમકી આપીને બિલ્ડરની પત્ની પર બળાત્કાર કરનાર રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ

બિલ્ડરની પત્ની સાથે દુષ્કર્મ આચરનારા રિયલ એસ્ટટ એજન્ટને કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો છે. મહિલાને બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

TNN 27 Aug 2020, 8:21 am
અમદાવાદ: 38 વર્ષીય મહિલા પર દુષ્કર્મ અને બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ થઈ છે. કૃષ્ણનગર પોલીસે બુધવારે બાપુનગરના હીરાવાડીમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ સુનીલ ભંડેરીની ધરપકડ કરી છે. સુનીલ ભંડેરી સામે આરોપ લગાવનાર મહિલા બિલ્ડરની પત્ની છે.
I am Gujarat krishnanagar police station


ઈન્સ્પેક્ટર જે. કે. રાઠોડે જણાવ્યું કે, 'મહિલાએ 19 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપીની અટક કરી છે અને ધરપકડ પહેલા કરવામાં આવતા કોવિડ-19 ટેસ્ટ માટે મોકલ્યો છે.'

FIR મુજબ, મહિલા 2017માં આરોપીના સંપર્કમાં આવી હતી. મહિલાનો પતિ બિલ્ડર હોવાથી સુનીલ ભંડેરી સાથે તેની મુલાકાત થઈ હતી. "2017માં આરોપી પીડિતાના ઘરે ગયો હતો અને તેને એકલી જોઈને નશાવાળી ચોકલેટ ખવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો આરોપ છે કે સુનીલ ભંડેરીએ તેનો બિભત્સ વિડીયો બનાવ્યો હતો અને બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને નરોડા સહિતની જગ્યાઓએ હોટલમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું", તેમ પોલીસે જણાવ્યું.

પોલીસના સૂત્રોનું માનીએ તો મહિલાએ બ્લેકમેલિંગથી કંટાળીને 2017થી અત્યાર સુધી જે થયું તેની વિગતો પતિને જણાવવાનો નિર્ણય કર્યો હતો. મહિલાએ એમ પણ કહ્યું કે, જો તે પતિને કહેશે અથવા ફરિયાદ નોંધાવશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની આરોપીએ ધમકી આપી હતી. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સુનીલ ભંડેરીના બે સાગરીતોએ પણ તેને મારી નાખવાની ધમકી આપી હતી, તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું.

કૃષ્ણનગર પોલીસે કહ્યું કે, મુખ્ય આરોપી પકડાઈ ગયો છે ત્યારે તેઓ જલદી જ અજાણ્યા શખ્સોને પણ શોધી લેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો