એપશહેર

જામનગર પાસે 280 એકરમાં બનશે દુનિયાનું સૌથી મોટું ઝૂ, ગુજરાતનું ગૌરવ વધશે

I am Gujarat 20 Dec 2020, 9:52 am
ગુજરાતમા અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલ રુપે અંકિત છે ત્યારે હવે વિશ્વનુ સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય પણ ગુજરાતમાં બનવા જઈ રહ્યુ છે. જામનગરમાં 280 એકર જમીનમાં આ પ્રાણી સંગ્રહાલય બનશે. જેમાં મોટી સંખ્યામાં વન્ય જીવો અને પક્ષીઓ રાખવામાં આવશે.
I am Gujarat reliance to built world largest zoo near its refinery at jamnagar gujarat may soon have another great tourist attraction
જામનગર પાસે 280 એકરમાં બનશે દુનિયાનું સૌથી મોટું ઝૂ, ગુજરાતનું ગૌરવ વધશે


વિશ્વનુ સૌથી મોટા ઝુનો આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં ગ્રીન ઝુલોજીકલ રેસ્કયુ અને રિહેબીલીશન કિંગડમ નામ અપાયુ છે. આ ઝુનુ સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્રારા કરાશે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

રિલાયન્સના આ ઝૂમાં 100થી વધુ અલગ અલગ પ્રજાતીના પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપો હશે. આ ઝૂ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો પેટ પ્રોજેક્ટ છે. આ ઝૂમાં બાર્કિંગ ડીઅર્સ, સ્લેન્ડર લોરિસ, સ્લોથ બીઅર્સ, ફિશિંગ કેટ, કોમોડો ડ્રેગન, ઇન્ડિયન વરુ, રોઝી પેલીકન્સ ઉપરાંત ક્રાઇન્ડ ક્રેન્સ, જેગુઆર, આફ્રિકન સિંહ, 12 ઓસ્ટ્રીચ, 20 જીરાફ, 18 મીરકેટ્સ, 10 સ્પેક્ટેકલ્સ સીમેન, 7 ચિત્તા, આફ્રિકન હાથી, 9 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ હશે.

આ ઝુમાં ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એનઈનસેકટીરિયમ, લેન્ડ ઓફ રોડેન્ટ, એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડના વિભાગો હશે. વન્ય પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન સિંહ, ચિતા, વરુ, એશિયાટીક સિંહ, પીગ્મી હીપ્પો, ઉરાંગ ઉટાંગ, જળ બિલાડી, રિંછ, બેંગાલ ટાઈગર, ગોરીલા, ઝીબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન સહિતનો સમાવેશ થાય છે.

પરિમલભાઈ નથવાણી (ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ-રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ)એ જણાવ્યું હતું કે, ગ્રીન્સ ઝુઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબીલીટેશન કીંગ્ડમ તરીકે ભવિષ્યમાં ઓળખાનારા જામનગર ખાતેના પ્રાણી સંગ્રહાલયની મંજુરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મેળવી લેવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સર્વશ્રોષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોવીડ-19ના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ જો રોગચાળાના કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેક્ટ બે વર્ષના ગાળામાં પુર્ણ થઈ જશે. તેવી અમને આશા છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ મેગા ઝૂ, જેને ગ્રીન્સ ઝૂઓલોજિકલ રિસ્કયૂ કહેવાશે અને રિહેબીલીટીશન કિંગડમ વિશાળ વિસ્તારમાં આકાર પામશે. વિગતવાર પ્રોજેકટ અહેવાલ (ડીપીઆર) સાથે રજૂ કરાયો છે. સૂચિત સ્થાપના માટે માસ્ટર (લેઆઉટ) યોજના સાથે ખાતે ગ્રીન્સ ઝૂઓલોજિકલલ રેસ્કયૂ અને રિહેબિલિટેશન કિંગડમનું જામનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી.જેમાં સીઝેડએ દ્વારા શેર કરેલા પ્લાન લેઆઉટ મુજબ, ઝૂ બનાવવામાં આવશે. જામનગરની આબોહવા અને વાતાવરણ વિશ્વભરના પક્ષીઓ અને પ્રાણીઓને માફક આવે તેમ છે. જેથી આ નિર્ણય લેવાયો હતો.

Read Next Story