એપશહેર

અ'વાદ: વસ્ત્રાપુર લેક પાસે ટ્રાફિક હળવો કરવા માટે પહોળો કરવામાં આવશે રોડ

શિવાની જોષી | TNN 6 Jan 2020, 8:30 am
અમદાવાદ: વસ્ત્રાપુર લેકની આસપાસ થતાં ટ્રાફિકથી પરેશાન રહેતા લોકો માટે ખુશ ખબર છે. થોડા જ દિવસમાં ટ્રાફિક જામમાં ફસાવવાની સ્થિતિમાંથી મુક્તિ મળી જશે. આગામી 15 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) IIM-A બ્રિજથી વસ્ત્રાપુર લેકને જોડતાં રોડને પહોળો કરવાની કામગીરી પૂરી કરી ચૂક્યું હશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆલ્ફા-વન મોલની પાછળની બાજુએ આવેલો આ રોડ 960 મીટર લાંબો છે. જે કર્ણાવતી હોસ્ટેલ પાસેથી થઈને સરકારી વસાહતવાળા રોડને જોડશે. સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલી ગલીમાંથી નીકળીને ડ્રાઈવ-ઈન સુધી જવાશે. AMCના અધિકારીએ કહ્યું, “આ રોડ પરની કામગીરી પૂરી થતાં માનવ મંદિર જંક્શન પાસે થતા ભારે ટ્રાફિકમાંથી છૂટકારો મળશે.”ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેઓ વસ્ત્રાપુરની એક હોટલમાં રોકાયા હતા. પરિણામે અમુક રસ્તા બંધ કરતાં ભારે ટ્રાફિક સજાર્યો હતો. ત્યારે છેલ્લા ચાર વર્ષમાં VIPઓની મુલાકાત બાદ કોર્પોરેશને નોંધ્યું કે ટ્રાફિક હળવો બનાવવા માટે અન્ય રૂટ હોવો જરૂરી છે. AMCના અધિકારીએ કહ્યું, “વસ્ત્રાપુર લેક નજીકની હોટલમાં મોટાભાગના VIPઓને ઉતારો આપવામાં આવે છે. જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડે છે. સિક્યુરિટી ડ્રીલ દરમિયાન આ રૂટ હવે વૈકલ્પિક રૂટ તરીકે ચાલશે.”JNUના વિદ્યાર્થીઓએ માગ્યુ VCનું રાજીનામું
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો